તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેધર:તાપમાનની અસામાન્ય વધ-ઘટ,પારો 36.5 ડીગ્રી

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે દિવસના ઘટાડા બાદ પારો ઉંચકાયો

શહેર સહિત જીલ્લાભરમાં ગરમીના પ્રમાણમાં વધઘટનો દૌર યથાવત રહયો છે.જામનગરમાં સતત બે દિવસ સુધી મહતમ તાપમાન ઘટયુ હતુ જે બાદ ગુરૂવારે પારો ફરી એક ડીગ્રી ઉંચકાયો હતો અને તાપમાન 36.5 ડીગ્રી નોંધાયુ હતુ.

ભેજનુ પ્રમાણ 71 ટકા અને પવનની ઝડપ પ્રતિ કલાક સરેરાશ 20થી 30 કિ.મિ.ની રહેવા પામી
જામનગર પંથકમાં મહતમ તાપમાનમાં અસામાન્ય વધઘટ વચ્ચે ગુરૂવારે ભેજનુ પ્રમાણ પણ ઘટીને 71 ટકાએ પહોચ્યુ હતુ જેથી લોકોએ ઉકળાટ અને બફારાથી પણ આંશિક રાહત અનુભવી હતી. જામનગરમાં વૈશાખ માસના આરંભ સાથે જ શરૂ થયેલો વેગીલો વાયરાએ ગુરૂવારે પણ મુકામ કર્યો હતો અને 25થી 30 કિ.મિ.ની ઝડપે તિવ્ર પવન ફુ઼કાયો હતો.જેથી બપોરના સમયે લૂ વર્ષા જેવો અનુભવ જનજીવને કર્યો હતો. જામનગરમાં સતત બે દિવસ સુધી આંશિક રાહત બાદ ગુરૂવારે સુર્યનારાયણે આગવો મિજાજ દર્શાવતા લોકોએ ગરમીનુ જોર વધ્યાનો અહેસાસ કર્યો હતો. જામનગરમાં લઘુતમ તાપમાન 25.2 ડીગ્રી અને મહતમ તાપમાન 36.5 ડીગ્રી નોંધાયુ હતુ.જયારે ભેજનુ પ્રમાણ 71 ટકા અને પવનની ઝડપ પ્રતિ કલાક સરેરાશ 20થી 30 કિ.મિ.ની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો