તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર જિલ્લામાં આજે બે હેલ્થ વર્કરો એક આરોપી અને એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. હાલ તમામને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.સરકારની ગાઈડલાઈન મુજબ હેલ્થ વર્કરો અને જોખમી સારવારના કામ માટે લાગેલા કર્મચારીઓનું સમાંતરે ચેકઅપ કરી ટેસ્ટીંગ કરવાનું હોય છે. આવા જ ટેસ્ટીંગના સેમ્પલ લેવામાં આવતા બે હેલ્થ વર્કરો જે એમ.પી.એચ.ડબલ્યુ.ના ફાર્મસીસ્ટ તરીકે કામ કરે છે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલ ખસેડાયો છે. જ્યારે એક એમ્બ્યુલન્સનો ડ્રાઈવર જે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીને મૂકવા ગયો હતો અને તે ક્વોરન્ટાઈનમાં હતો તેનું પરિક્ષણ કરાવતા તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.બીજી બાજુ કાલાવડ તાલુકાના બામણ ગામના શખસની પોલીસે સ્ત્રી અત્યાચારા ધારા હેઠળ ધરપકડ કરી હતી. નિયમ મુજબ જેલમાં મોકલવા પહેલે તેનો રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં 4 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. તમામ પોઝિટિવ કેસોના દર્દીઓને જી.જી. હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
સલાયામાં એક જ પરિવારના 8 સભ્ય પોઝિટિવ.
ખંભાળિયા : બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા પરિવારજનોના 8 સદસ્યો ગત તારીખ 30 મી એપ્રિલના રોજ મંજૂરી સાથે રાજસ્થાનના અજમેરથી બેટ દ્વારકા પરત ફર્યા હતા. જે પૈકી 28 વર્ષના એક મહિલા તથા 40 વર્ષના એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજા દિવસે અજમેરથી જ પરત ફરેલા સલાયા ગામના 49 વર્ષના એક મહિલાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. 12 દિવસ પૂર્વેના આ ત્રણ પોઝિટિવ કેસ બાદ મંગળવારે આ બાળાનો રિપોર્ટ લેવામાં આવતા તેને કોરોના હોવાનું ખુલવા પામ્યું હતું. આ પછી ગતરાત્રીના મોડી રાત્રીના સમયે બાકી રહેતા અન્ય રિપોર્ટ પણ આરોગ્ય વિભાગને સાંપડ્યા હતા. સલાયા ગામે કોરોના પોઝીટીવ મહિલા દર્દીના પરિવારજનો કે જેઓ જે તે સમયે તેમના સંપર્કમાં આવેલા, તેમના પરિવારજનો ને ક્વોરન્ટાઈન સેન્ટરમાં રખાયા હતાં, તેઓને કોરોના હોવાનું જાહેર થયું હતું. આ રિપોર્ટમાં ખંભાળિયા તાલુકાના સલાયા ગામના એક સાથે સાત વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ભયનો માહોલ પ્રસરી ગયો હતો જેમાં બે પુરુષ, એક મહિલા તથા ચાર બાળકોને કોરોના હોવાનું ખુલવા પામ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રવિન્દ્ર પટેલે કહ્યું કે, કેસો વધતા સર્વેલન્સની પાંચ ટીમો વધારાઇ છે.
આરોપીના સંપર્કમાં આવેલા 6 પોલીસ ક્વોરન્ટાઇન
કાલાવડના બામણ ગામની પરિણીતાને દુષ્પ્રેરણાના કેસમાં પકડાયેલા આરોપીનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેના સંપર્કમાં આવેલા એએસઆઇ, હેડ કોન્સટેબલ સહીત છ પોલીસ કર્મીઓને પણ નગરપાલિકા હસ્તકના સેન્ટરમાં કવોરેન્ટાઇન કરાયા છે. જેના ટેસ્ટ સેમ્પલ સહીતની પ્રક્રિયા હાથ ધરાઇ છે, કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકને પણ સેનેટાઇઝ કરાયંુ હતું.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.