તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોટાદડવા ગામમાં શ્રમિકોને પ્રાંતઅધિકારીએ રેલ્વેમા જવાનું કહ્યુ, શ્રમિકોએના ભણી અને કહ્યું કે જેટલા પૈસા થાય એ મંજૂર છે, ટ્રેનમાં તો નથી જવું. સરકારે ગુજરાત વસતા પરપ્રાતિઓને તેમનાં વતન મોકલવાની જાહેરાત કરી છે ત્યારે ગોંડલ મામલદાર પ્રાંત અધિકારી, આટકોટ પી.એસ.આઈ કરશનભાઈ મેતા, ,મોટાદડવા સરપંચ ભુપતભાઈ વાળા સહિતોએ મજૂરોને વતન પહોંચાડવા સારી એવી મહેનત કરી હતી.
અધિકારીઓની મદદથી 14 થી વધુ બસ મોકલી આપી છે.
આ તકે ગોંડલ પ્રાંતઅધિકારીએ સુચન કર્યું કે તમે લોકો રેલ્વેમા વતન જાઓ તો ખર્ચ ઓછો થશે, ત્યારે શ્રમિકો બોલી ઉઠ્યા અમારે ગમે તેટલો ખર્ચ થાય એ મંજૂર છે જવું તો બસમાં જ છે. હજુ પણ મોટાદડવા ગામમાં 1400થી વધુ શ્રમિકો જવા આતુર બન્યાં છે જેમાંથી 500 થી વધુ વતન પહોંચી ગયા છે.વાડી વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોએ જણાવ્યું હતું કે વરસાદ ની મોસમમાં અમારે રહેવું ક્યાં? જેનાં લીધે જવું પડે છે અમે ફરી આ ગામમા જ આવીશું.આટકોટ પી.એસ.આઈ.કે.પી.મેતા સહિતના અધિકારીઓની મદદથી 14 થી વધુ બસ મોકલી આપી છે. તમામ શ્રમિકોને તેના વતન જતા પહેલાં પરવાનગી, મેડિકલ ચેકઅપ સહિત કાગળો ચેક કર્યા બાદ જ બસ રવાના કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.