તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:જામનગરમાં લોકડાઉનના સમયમાં ફરિયાદોનો આંકડો 2,000 પર પહોંચ્યો

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉન-જાહેરનામાના ભંગ મામલે વધુ 43 ફોજદારી

શહેર અને જિલ્લામાં લોકડાઉનની અમલવારી વચ્ચે 50માં દિવસે બુધવારે  લોકડાઉન-જાહેરનામાના ભંગ મામલે વધુ તેતાલીશ એફઆરઆઇ નોંધાઇ હતી.જેમાં લોકડાઉનના પ્રારંભથીહાલ સુધીના જુદા જુદા ત્રણ તબકકા દરમિયાન લોકડાઉન-જાહેરનામાના ભંગની કુલ એફઆરઆઇનો આંક બે હજારને પાર કરી ગયો છે.આ ઉપરાંત બુધવારે જુદા જુદા સ્થળેથી 306 વાહનો ડીટેઇન કરાયા હતા.

જુદા જુદા સ્થળેથી 19ની અટકાયત,306 વાહનોને ડીટેઇન કરાયા
જામનગર શહેર અને જિલ્લામાં હાલ લોકડાઉન-3ની અમલવારી ચાલી રહી છે.જયારે લોકડાઉનના પ્રથમ બે તબકકા સહીત ત્રણેય તબકકાઓ દરમિયાન પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરી જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી યથાવત રાખી છે.જામનગર શહેર-જિલ્લામાં પોલીસે બુધવારે દિવસ દરમિયાન જુદા જુદા સ્થળે લોકડાઉન-જાહેરનામાના ભંગની વધુ  43 એફઆરઆઇ નોંધી હતી.જેથી લોકડાઉનના ત્રણેય તબકકા(50 દિવસ)ની મળી અત્યાર સુધીની કુલ ફરીયાદનો આંક 2024એ પહોચ્યો હતો.જયારે  કુલ અટકાયતનો આંક 1522એ પહોચ્યો હતો. શહેર-જિલ્લામાં લોકડાઉનના 50માં દિવસે પોલીસે જુદા જુદા સ્થળે ડબલસવારી કે નિયમનો ભંગ કરતા મળી આવેલા વધુ 306 વાહનો પણ ડીટેઇન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો