તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર સહિત જીલ્લાભરમાં ગત સપ્તાહના અંતિમ તબકકામાં આકરી ગરમીથી આંશિક રાહતબાદ સોમવારે ફરી તિવ્ર ગરમીનુ મોજુ ફરી વળ્યુ હતુ.જામનગરમાં મહતમ તાપમાનનો પારો 48 કલાક દરમિયાન દોઢ ડીગ્રી ઉંચકાયો હતો અને 38 ડીગ્રીએ સ્થિર થતા લોકોએ ગરમીનો અહેસાસ કર્યો હતો.
ભેજનુ પ્રમાણ વધીને 78 ટકાએ પહોચ્યુ હતુ.
મનગર શહેર સહિત જીલ્લામાં રવિવારથી ફરી સુર્યનારાયણે આકરો મિજાજ દર્શાવતા મહતમ તાપમાનમાં સતત બીજા દિવસે વધારો થતા આકરી ગરમીનો દૌર શરૂ થયો હતો.જામનગરમાં સોમવારે તાપમાનનો પારો વધુ એક ડીગ્રી ડિગ્રી ઉંચકાયો હતો જે વધીને 38 ડીગ્રીએ પહોચતા લોકોએ બપોરના સુમારે ધોમધખતા તાપ સાથે તિવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો. જામનગરમાં આકરા તાપ વચ્ચે ભેજના ઉંચા પ્રમાણથી શહેરીજનોએ અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ કર્યો હતો.ભેજનુ પ્રમાણ વધીને 78 ટકાએ પહોચ્યુ હતુ.જયારે વૈશાખ માસના આરંભ સાથે અવિરત વાયરાથી બપોરે લોકોએ લૂ વર્ષાનો અનુભવ કર્યો હતો. જામનગરમાં લઘુતમ તાપમાન 26 ડીગ્રી અને મહતમ તાપમાન 38 ડીગ્રી નોંધાયુ હતુ.જયારે પવનની ઝડપ પ્રતિ કલાક સરેરાશ 20થી 25 કિ.મિ. રહેવા પામી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.