તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રમિક:જામનગરથી પાંચમી ટ્રેન ઉતરપ્રદેશ રવાના, વધુ 1200 શ્રમિકો વતન ગાઝીપુર પહોંચશે

જામનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુવિધા -શ્રમિકે રેલવે ટિકિટના રૂ.725 ચૂકવ્યા, રેલવે વિભાગે બે સમયનું ભોજન આપ્યું

જામનગરથી પાંચમી ટ્રેન ઉતરપ્રદેશ રવાના થઇ છે. જેમાં 1200 શ્રમિકો પરિવાર સાથે ગાઝીપુર વતનમાં પહોંચશે. શ્રમિકે રેલવે ટિકિટના રૂ.725 ચૂકવ્યા હતાં. જો કે,  રેલવે વિભાગે બે સમયનું ભોજન આપ્યું હતું. હજુ પાંચ ટ્રેનની અરજી સરકારમાં પેન્ડીંગ હોય મજૂરો ઉતાવળ ન કરે ધીરજ રાખે તેમ કલેકટરે જણાવ્યું છે.
અત્યાર સુધીમાં જામનગરથી કુલ 6 ટ્રેન શ્રમિકોને લઇને રવાના થઇ  છે
જામનગરમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને બસ અને  ટ્રેન દ્વારા વતન મોકલવાની  વ્યવસ્થા  તંત્ર દ્વારા ચાલી રહી છે. જે અંતર્ગત સોમવારના જિલ્લા વહિવટી તંત્ર અને પશ્ચિમ રેલ્વે દ્વારા 1200 જેટલા પરપ્રાંતિય મજુરો અને તેમના પરિવારને ઉત્તરપ્રદેશના ગાઝીપુર  ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ ટ્રેન સવારે જામનગર રેલવે સ્ટેશનથી ઉપડી હતી.   
અત્યાર સુધીમાં જામનગરથી કુલ 6 ટ્રેન શ્રમિકોને લઇને રવાના થઇ  છે. જેમાં 5 ટ્રેન ઉત્તરપ્રદેશ માટે અને 1 ટ્રેન બિહારની હતી.  જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા.  મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે. આ બાબતે જિલ્લા કલેકટર રવિશંકરે જણાવ્યું હતું કે, શ્રમિકોને વતનમાં મોકલવા માટે ટ્રેનની પાંચ અરજી હજુ સરકારમાં પેન્ડીંગ છે. માટે શ્રમિકો ધીરજ રાખે ઉતાવળ ન કરે. તમામને વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. 
1043 બસ મધ્યપ્રદેશ અને રાજસ્થાન ગઇ
લોકડાઉનમાં શ્રમિકોને પોતાના વતનમાં મોકલવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બસ અને ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં 1043 બસ મધ્યપ્રદેશ અને રાજસ્થાન શ્રમિકોને લઇને ગઇ છે. જયારે 44 લોકો પોતાના વાહનોમાં વતનમાં ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો