તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર પંથકમાં નાની ખાવડી પાસે ખાનગી કંપનીના પેટ્રોલ અને ડીઝલ ટેન્ક પર ઉંચાઇએ કામ કરતા પરપ્રાંતિય શ્રમિકનુ અકસ્માતે નીચે પડી જતા શરીરે ગંભીર ઇજા થવાથી સારવારમાં મૃત્યુ નિપજયું હોવાનો બનાવ બહાર આવ્યો છે. જામનગર તાલુકાના નાની ખાવડી નજીક ખાનગી કંપનીના પેટ્રોલ-ડીઝલ ટેન્ક પર સુમનકુમાર રામપ્રવેશ ભગત(ઉ.વ.29) નામનો પરપ્રાંતિય શ્રમિક યુવાન તા.9ના રોજ બપોરે કામ કરી રહયો હતો જે વેળાએ ટેન્ક પરથીઅકસ્માતે નીચે પડી જતા તેને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તાકિદે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પીટલમાં ખસેડાયો હતો.સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ. સિકકા પોલીસે હોસ્પીટલ ખાતે દોડી આવી મૃતદેહનુ પોષ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક શ્રમિક મુળ બિહારના મુઝફફરનગર જિલ્લાના રાજપુરા ગામનો વતની હતો, હાલ સીકકા નજીક એલસી-4 કોલોનીમાં રહે છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.