તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જી.જી. હોસ્પિટલના વિવાદસ્પદ સુપ્રિન્ટેન્ડેન્ટને કોરોના વોરિયર્સ ડોકટર સાથેના વિવાદના પગલે ગાંધીનગર તાત્કાલીક બોલાવી લીધા બાદ હવે એડમીનીસ્ટ્રેશન ઓફિસરના ચાર્જમાં રહેલા ડોકટરે આ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. જામનગર સ્થિત સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી. જી. હોસ્પિટલના વિવાદાસ્પદ બનેલા સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. નંદની બાહરીએ સેમ્પલ લેવાના મુદ્દે કોરોના વોરિયર્સ ડોકટરને નોટિસ ફટકારી કમિટી રચી પગલાં લેવાની તૈયારી કરી તેમને ક્વોરન્ટાઇન કરવા સુધી પહોંચી જતા ગીન્નાયેલા ડોક્ટરે રાજીનામાની તૈયારી કરી હતી અને તેના ટેકામાં અન્ય ડોક્ટરો પણ રાજીનામા આપવા તૈયાર થતા તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો, જે બાદ ગાંધીનગર સ્થિત ઉચ્ચ અધિકારીઓએ દરમ્યાનગીરી કરવી પડી હતી. અને તાત્કાલિક ડો. નંદની બાહરી ગાંધીનગર બોલાવી સુપ્રિન્ટેન્ડેન્ટનો ચાર્જ ડો. તિવારીને આપી મામલો ઠંડો પાડ્યો હતો. દરમિયાનમાં ઇન્ચાર્જ એડમીનીસ્ટ્રેશન ઓફિસર ડો. અલ્પેશ અગ્રાવતે તાત્કાલીક રાજીનામુ ધરી દીધું છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.