તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવેશ પ્રક્રિયા:ટંકારા તાલુકાની શાળામાં પ્રવેશ માટે ઓનલાઇન પ્રક્રિયા શરૂ

ટંકારા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કિલર કોરોના કહેરનો જંગ જીતવા લદાયેલા લોકડાઉનમા રાજયની શાળાઓ બંધ કર્યા બાદ વેકેશન જાહેર કરાયુ હતુ.ઉપરાંત,સરકારે ઘો.૧ થી ૯ અને ધો.૧૧ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી વર્ગ બઢતી આપવાનો નિર્ણય જાહેર કરેલો હોવાથી ટંકારા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામા પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન કામગીરી હાલ શરૂ કરવામાં આવી રહી છે.
૧ થી ૯ અને ૧૧ મા માસ પ્રમોશન સાથે વર્ગ બઢતીનો નિર્ણય
કોરોના લોકડાઉનમા સરકારે મહામારીનો જંગ જીતવા શૈક્ષણિક કાર્ય બંધ કરાવી શાળા બંધી બાદ વેકેશન જાહેર કરી ધો.૧ થી ૯ અને ૧૧ મા માસ પ્રમોશન સાથે વર્ગ બઢતીનો નિર્ણય કરતા વિદ્યાર્થીઓને અન્ય કોઇપણ શાળામાં પ્રવેશ, એડમિશન મેળવવા માટે ટંકારા તાલુકાની સરકારી શાળામા ઓનલાઇન ઍડમીશન લેવા રજિસ્ટ્રેશન કરાવવા શાળા દ્વારા ખાસ લિંક તૈયાર કરવામાં આવી છે. 
 પોતાના બાળકની ઓનલાઈન માહિતી સબમિટ કરી લગત શાળામાં પ્રવેશ મેળવી શકશે
જે બાળકો જુદી જુદી શાળામાં ધો.૧ થી ૮ માં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેમના માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામા આવી છે. ઈન્ટરનેટ થકી લિંક દ્વારા વિધાથિઁના વાલીઓ પોતાના બાળકની ઓનલાઈન માહિતી સબમિટ કરી લગત શાળામાં પ્રવેશ મેળવી શકશે. આ માટે તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ કાર્યરત હોવાનુ BRC કો-ઓડિઁનેટર કલ્પેશ ફેફરે જણાવ્યુ હતુ. પ્રવેશ પ્રક્રિયા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ માર્ગદર્શન આપી રહ્યા છે. તેમજ લોકડાઉનમાં બાળક-વાલીને મુશ્કેલી ન પડે અને ભૂલકા શિક્ષણથી વંચિત ન રહે તે માટે તાલુકા પ્રા.શિક્ષણાધિકારી દીપાબેન બોડા મોનિટરીંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો