તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:જામનગર યાર્ડમાં આજથી પુન: જણસોની હરરાજી

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શુક્રવારે 50 ખેડૂતોને બોલાવાયા
 • 41 ખેડૂત આવતા 3800 મણ ચણાની આવક

શહેર-જિલ્લામાં કોરોના વિસ્ફોટ બાદ બંધ થયેલા હાપા માર્કેટ યાર્ડમાં શુક્રવારથી પુન: જણસોની હરાજી શરૂ થશે. પ્રથમ દિવસે ધઉંની હરાજી માટે 50 ખેડૂતોને બોલાવામાં આવ્યા છે. ગુરૂવારે ટેકાના ભાવે ચણાના વેંચાણ માટે 41 ખેડૂત આવતા 3800 મણની આવક થઇ છે. 

1522 ગુણી એટલે કે 3800 મણ ચણાની આવક થઇ
ગત શુક્રવારે જામનગર શહેર-જિલ્લામાં એકસાથે કોરોનાના 14 પોઝીટીવ કેસ નોંધાતા હડકંપ મચી ગયો હતો. કોરોનાનો વિસ્ફોટ થતાં જામનગર યાર્ડમાં જણસોની હરાજી બંધ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કોરોનાના કેસમાં ઘટાડો થતાં શુક્રવારથી જામનગર માર્કેટ યાર્ડમાં જણસોની હરાજી પુન: શરૂ કરવાનો નિર્ણય યાર્ડના સતાધીશો દ્વારા કરાયો છે જે મુજબ શુક્રવારે ધઉંની હરાજી માટે 50 ખેડૂતને બોલાવામાં આવ્યા છે. જયારે ગુરૂવારે યાર્ડમાં ટેકાના ભાવે ચણાના વેંચાણ માટે બોલાવામાં આવેલા તમામ 41 ખેડૂત આવ્યા હતાં. આથી 1522 ગુણી એટલે કે 3800 મણ ચણાની આવક થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો