તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ભાણવડમાં માનવ વસાહત વચ્ચે ક્વોરન્ટાઇન સેન્ટરથી ગભરાટ

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરની વચ્ચોવચ સેન્ટર ફાળવાયું| સગર સમાજની વાડીની ક્વોરન્ટાઇન માટે પસંદગી
 • બહારથી આવતા લોકોને શહેરની વાડીમાં ક્વોરન્ટાઇન કરાતા સ્થાનિકોમાં ચેપ ફેલાવાનો ભય

કોરોના વાઇરસના ફેલાવા વચ્ચે અન્ય રાજ્ય અને જિલ્લામાં ફસાયેલા લોકોને વતનમાં લાવવાનો જોખમી નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.બહારથી આવતા તમામ લોકોને સરકારી ક્વોરન્ટાઇ કરવાના હોય છે.જેના માટે ભાણવડમાં સરકારી તંત્રએ માનવ વસાહત વચ્ચે આવેલ સગર સમાજની વાડીની પસંદગી કરાતા શહેરીજનોમાં ગભરાટ જોવા મળી રહી છે.ચેપ ફેલાવવાના ભયથી તાત્કાલીક શહેરની બહાર ક્વોરન્ટાઇન સેન્ટર ફાળવા શહેરીજનો માંગ કરી રહ્યા છે.

કોરોના સંક્રમીત જિલ્લામાં ફસાયેલા લોકો મંજૂરી મેળવી ભાણવડ આવી રહ્યાં છે
ભાવડમાં બાયપાસ રોડ પર આવેલ સગર સમાજની વાડીમાં ભાણવડમાં બહારથી પ્રવેશતા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે.જે ગીચ માનવ વસાહત ધરાવતો વિસ્તાર હોવાથી શહેરીજનો માટે સંકટ ઘેરાઇ ગયું છે.સગર સમાજના આસપાસના રહેવાસીઓ તેમજ રણજિતપરા વિસ્તારના રહેવાસીઓને ચેપ ફેલાવવાની ભીતિથી ભારે ગભરાટ જોવા મળ્યો છે. જો કે,તંત્ર દ્વારા ક્વોરન્ટાઇન સેન્ટર શહેરની બહાર ફાળવવા ખાસ વ્યવસ્થા કરવાની હોય છે.પરંતુ ભાણવડમાં શહેરીજનોની જોખમી માટે શહેરમાં સગર સમાજની વાડીમાં ક્વોરન્ટાઇન સેન્ટર ફાળવતા અણઘડ નિર્ણય સામે શહેરીજનોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે.આ વિસ્તારના એડવોકેટ ગીરધરભાઇ વાઘેલા દ્વારા મામલતદારને લેખિતમાં રજુઆત કરી ક્વોરન્ટાઇન સેન્ટર શહેરની બહાર ફાળવવા ખાસ રજુઆત કરી છે.  મહત્વનું છે કે હાલ કોરોના સંક્રમીત જિલ્લામાં ફસાયેલા લોકો મંજૂરી મેળવી ભાણવડ આવી રહ્યાં છે.

આ સેન્ટરમાં નવા લોકોને ક્વોરન્ટાઇન કરાશે નહી, શહેરની બહાર કરાશે
જે તે સમયે સગર સમાજની વાડીને ક્વોરન્ટાઇન માટે ફાળવવામાં આવી હતી.જે સમયે જે ક્વોરન્ટાઇન કરાયા છે.હવે પછી નવા જે બહારથી આવે છે તેને ત્યાં ક્વોરન્ટાઇન કરાશે નહી.જેના માટે ઉમિયા વાડી અને ત્રણ પાટિયા પાસે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. - કિશોર અઘેરા, ભાણવડ મામલતદાર

ક્વોરન્ટાઇન સેન્ટર બહાર ખસેડવા માંગ
ભાણવડ શહેરના રણજીતપરા વિસ્તારના તેમજ સગર સમાજની આસપાસ રહેતા લોકોમાં સગર સમાજની વાડીને ક્વોરન્ટાઇન સેન્ટર ફાળવાતા ચેપ ફેલાવાની ભીતિથી ભારે ભયનો માહોલ સર્જાયો છે.તંત્ર દ્વારા તાત્કાલીક આ સેન્ટર શહેરની બહાર ખસઢડવા માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો