તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતભરમાં એમએસએમઇના સૌથી વધુ એકમો જામનગરમાં આવેલા હોય કેન્દ્ર સરકારે જાહેર કરેલું રાહત પેકેજ બ્રાસઉધોગ માટે બુસ્ટર ડોઝ સાબિત થશે તેવો સ્પષ્ટ આશાવાદ અને મંદીનો સામનો કરી રહેલા બ્રાસઉધોગને લોકડાઉનમાં મરણતોલ ફટકો પડયા બાદ કેન્દ્વ સરકારના પેકેજથી નવો સંચાર અને પુન: ધમધમતો થવાનો મત અગ્રણી ઉધોગકારોએ વ્યકત કર્યો છે. 20 લાખ કરોડના પેકેજમાં નાના અને મધ્યમ ઉધોગો માટે 3 લાખ કરોડની રાહત અને યુનિટ બેંક લોન ધરાવતા હોય તેઓને વધારાની 20 ટકા લોન ગેરેંટી વગર આપવાની જોગવાઇથી ઉધોગ ફરી ઉભો થઈ જશે.
શહેરના 95 ટકા એકમોને લાભ મળશે
એમએસએમઇ ક્ષેત્ર કે જેનો દેશના આર્થિક વિકાસમાં સિંહફાળો છે તેના માટે રૂ.3 લાખ કરોડની રાહત જાહેર કરી છે. ભારતમાં સૌથી વધુ એમએસએમઇ જામનગરમાં આવેલા હોય 90 થી 95 ટકા બ્રાસઉધોગને રાહત પેકેજનો ફાયદો મળશે. ખાસ કરીને જે ઉધોગકારો યુનિટ બેંક લોન ધરાવતા હોય તેને વધારાની 20 ટકા લોન ગેરેંટી વગર મેળવી શકશે. - લાખાભાઇ કેશવાલા, પ્રમુખ, જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન
નવા નાણાં ઠલવાતા બ્રાસ ઉદ્યોગ બેઠો થશે
મહામારી પહેલા ઇલેકટ્રોપ્લેટર્સના ઉધોગોમાં નફાની ઓછી ટકાવારી હતી. લોકડાઉનથી ઉધોગો બંધ થતાં નાણાંની તંગીના કારણે ઘણા યુનિટ બંધ કરી વતનમાં અને ગામડે ચાલ્યા ગયા છે. આ સ્થિતિમાં સરકારના રાહત પેકજથી ઉધોગકારોમાં નવી આશા સાથે હિમત આવી છે. વધુમાં સરળતાથી લોન મળતા નવા નાણાં ઉધોગમાં ઠલવાતા બ્રાસઉધોગ પુન: બેઠો થશે. - મનસુખભાઇ ચૌહાણ, પ્રમુખ, જામનગર ઇલેકટ્રોપ્લેટર્સ એસોસીએશન
લોનની નવી મૂડીથી ઉદ્યોગને વેગ મળશે
કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે બ્રાસઉધોગમાં મોટાભાગના ઉધોગકારોની ઓર્ડર, માલના નાણાં સહીતની જૂની મૂડી બ્લોક થઇ છે જેની સામે કર્મચારીઓના પગાર સહીતના અન્ય ખર્ચ ચાલુ છે. આ સ્થિતિમાં રાહત પેકેજના કારણે સરળતાથી લોન મળતાં નવી મૂડી ઉધોગકારોને મળતા નવી સાયકલ શરૂ થશે અને બ્રાસઉધોગને વેગ મળશે. - કરશનભાઇ ટીંબડીયા, પ્રમુખ, જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસીએશન
ગેરંટી વિનાની લોન આર્શીવાદરૂપ બનશે
જામનગર શહેરનો બ્રાસ ઉદ્યોગ ભારતમાં એમએસએમઇનું મોટું હબ છે. કેન્દ્ર સરકારના રાહત પેકેજનો જામનગરના 90 ટકાથી વધુ ઉધોગકારોને ફાયદો મળશે. ખાસ કરીને કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે ઉધોગો બંધ રહેતા હાલ નાણાંની ખેંચ હોય બેંકમાં લીમીટ હોય તેની સામે 20 ટકાની ગેરેંટી વગરની લોન મળતા નાણાંનો પ્રવાહ વધશે જે ઉધોગકારો માટે આર્શીવાદરૂપ નિવડશે. - જીનેશભાઇ શાહ, અગ્રણી ઉદ્યોગપતિ
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.