તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ઼:જામનગર કલેક્ટરનો નવતર પ્રયોગ, લોકોમાં હકારાત્મક ઉર્જા લાવવા મ્યુઝિક વાન દ્વારા મનોરંજન પીરસાય છે

જામનગરએક વર્ષ પહેલા
દરેક વિસ્તારમાં ફરી મનોરંજન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે - Divya Bhaskar
દરેક વિસ્તારમાં ફરી મનોરંજન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે
  • દેશભક્તિના ગીતો પણ કલાકારો દ્વારા ગાવામાં આવી રહ્યા છે

કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે  ઘર બેઠા લોકો માનસિક રીતે કંટાળી રહ્યા છે. આથી જામનગર કલેક્ટર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. કોરોના ભયમાં લોકોમાં હકારાત્મક ઉર્જા લાવવા મ્યુઝીકલ વાન દરેક વિસ્તારમાં ફરી રહી છે અને લોકોને ગીત દ્વારા મનોરંજન પીરસવામાં આવી રહ્યું છે. દેશભક્તિના ગીતો પણ કલાકારો દ્વારા ગાવામાં આવી રહ્યા છે. કોરોના સામેની જંગમાં લોકો સહયોગ આપે તે માટે મુ્યુઝીકલ વાન જામનગરના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે.

(હસિત પોપટ, જામનગર)

અન્ય સમાચારો પણ છે...