તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં સાધના કોલોનીમાં રહેતી પરિણિત યુવતિને શ્વાસ ઉપડતા સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં ખસેડાતા તબીબે તેણીને મૃત ઘોષિત કરી હતી.જયારે ચેલા પાસે એસઆરપી કેમ્પમાં રહેતા પ્રૌઢનુ છાતીમાં દુ:ખાવો ઉપડતા મૃત્યુ થયું હતું.જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં એલ-21 બ્લોક ખાતે રેતી દિપ્તીબેન આશિષભાઇ પરમાર (ઉ.વ.23) નામની પરિણીત યુવતિને મંગળવારે મધરાતે એકાએક શ્વાસની તકલીફ થતા શ્વાસ ઉપડયો હતો આથી તેણીને તાકિદે સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં લઇ જવાઇ હતી.જયાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કરી હતી.આ બનાવની આશિષભાઇ પરમારે જાણ કરતા સીટી એ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.\ચેલા નજીક એસઆરપી કેમ્પમાં રહેતા મુળ રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના રૂપાવટીનાપ્રવિણસીંહ નારસંગજી ચુડાસમા (ઉ.વ. 65) નામના વૃધ્ધને છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવારમાં ખસેડાયા બાદ તેમનુ મૃત્યુ નિપજયું હતું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.