તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:જામનગરમાં જાહેરનામાનો ભંગ કરતા 26 લોકો ડ્રોનમાં કેદ થયા

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાલાવડ નાકા પાસે પાનની દુકાન ખુલ્લી રાખનારા સામે ફોજદારી

જામનગર શહેર-જિલ્લામાં લોકડાઉનની અમલવારી ચાલી રહી છે ત્યારે જાહેર કે ખાનગી સ્થળો પર લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ લાદતુ જાહેરનામુ અમલી બન્યુ છે.જેમાં શહેરમાં એલસીબી અને એસઓજી ટીમ દ્વારા ડ્રોન કેમેરાની નિગરાની વેળા જાહેરનામાનો ભંગ કરતા 26 લોકો મળી આવતા તેની સામે ફોજદારી કરાઇ છે.લોકડાઉનની અમલવારી દરમિયાન એલસીબી-એસઓજી પોલીસ દ્વારા જુદા જુદા સ્થળે આવા જાહેરનામાનો ભંગ કરનારાને શોધી કાઢવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. શહેરમાં એલસીબી પોલીસે પંચેશ્વર ટાવર ઉપરાંત દિગ્વિજય પ્લોટ-64 વિસ્તારમાથી ઉપરાંત એક ડેરી પાસે જાહેરનામાનો ભંગ કરી એકત્રિત થયેલા સામે ગુનો નોંધાવ્યો હતો. જયારે પંચેશ્વર ટાવર નજીક જુદા જુદા સ્થળેથી એસઓજી પોલીસે પણ ડ્રોન, સર્વેલન્સ દરમિયાન જુદા-જુદા સ્થળે જાહેરનામાનો ભંગ કરી એકત્રિત થયેલા 9 સામે કાર્યવાહી હાથ ધરી હતી.આ ઉપરાંત જામનગરના કાલાવડ નાકા બહાર પાંચ હાટડી ચોક પાસે પોલીસે પાનની દુકાન ખુલ્લી રાખનારા એક દુકાનદાર સામે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો