તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આમરા ગામે સોપારી સાથે બાઇકચાલક ઝડપાયો, લોકડાઉન ભંગ મામલે કડક કાર્યવાહી

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉન ભંગ મામલે કડક કાર્યવાહી

જામનગર તાલુકાના આમરા ગામે પોલીસે સોપારી સાથે બાઇકચાલકને પકડી પાડી ગુનો નોંધ્યો હતો.હાલારમાં લોકડાઉનના ત્રીજા તબકકાની અમલવારી વચ્ચે પણ અમુક લોકો બેદરકારી દાખવતા હોવાનુ કે લોકડાઉનનો ભંગ કરતા હોવાનુ ધ્યાનમાં આવતા પોલીસે આવા લોકો સામે કાર્યવાહી યથાવત રાખી છે. આમરા ગામે પોલીસે એક બાઇકને અટકાવી તેની તલાશી લીધી હતી જે વેળા ચાલકના કબજામાંથી એક કિલો જેટલી સોપારીનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે સોપારી ઉપરાંત બાઇક સહીતનો મુદામાલ કબજે કરી પકડાયેલા ચાલક સલીમ સમશુદીનભાઇ કાનાણીસામે જાહેરનામાના ભંગ મામલે ગુનો નોંધ્યો હતો. જયારે કાલાવડ તાલુકાના સોરઠા ગામે પોલીસે નિયત કરતા વધુ સમય સુધી દુકાનો ખુલ્લી રાખી જાહેરનામાના ભંગ મામલે વધુ બે દુકાનધારકો સામે ફરીયાદ નોંધી હતી.જામનગર શહેર-જિલ્લામાં જુદા જુદા સ્થળે લોકડાઉન-જાહેરનામાના ભંગ મામલે પોલીસે કાર્યવાહી અવિરત રાખી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો