તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે આવેલી ગવર્મેન્ટ કોલોનીમાંથી રવિવારે સવારે 9 કલાકની આસપાસ ખડચીતળો એટલે કે રસલ્સ વાઇપર નામનો સર્પ જોવા મળતાં લાખોટા નેચર કલબના આનંદ પ્રજાપતિએ વનવિભાગની મદદથી પકડી પાડયો હતો. શહેરમાં આ સર્પ સૌ પ્રથમ વખત જોવા મળ્યો છે.
દેખાવમાં આ સર્પ અજગરના બચ્ચાને મળતો આવે છે
આ સર્પનું શરીર પીળાશ પળતું હોય છે અને તેના પર બદામી રંગની ગોળાકાર ચિત્રામણ જોવા મળે છે. તેનું માથું ત્રિકોણ આકારનું હોય છે અને સ્વભાવે ખૂબજ આક્રમક હોવાથી કુકરની સીટી જેવો અવાજ કરે છે. તેની સરેરાશ લંબાઇ 3.5 થી 4.5 ફુટ સુધી જોવા મળે છે. આ સર્પમાં હીમોટોકસીન નામનું ઝેર હોય છે તેમજ ઝેરી સર્પમાં તેના દાંત સૌથી લાંબા હોય છે. ઉંદર, ગરોળી, કાચીંડા અને બીજા નાના સર્પ તેનો ખોરાક છે. આ સર્પ બચ્ચાને સીધાે જન્મ આપે છે. દેખાવમાં આ સર્પ અજગરના બચ્ચાને મળતો આવે છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.