તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામાન્ય સંજોગોમાં પોતાના પરિવાર સાથે ઇચ્છવા છતા પણ વધુ સમય ન ગાળી શકતા જામનગર શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ લોકડાઉનના સમયનો ભરપુર ઉપયોગ કરીને પોતાના પરિવાર સાથે સમય પસાર કર્યો છે. 15 મેં ના રોજ ઇન્ટરનેશનલ ફેમિલી ડે અંતર્ગત દિવ્ય ભાસ્કરે જુદા-જુદા ક્ષેત્રના આવા અગ્રણીઓ સાથે વાત કરી તો, તેઓએ ભાવાવેશથી જણાવ્યું કે, પરિવાર સાથે વિતાવેલો આ સમય તેમના જીવનનો શ્રેષ્ઠ સમય છે અને એને તેઓ ક્યારેય ભુલી નહીં શકે. પરિવાર સાથે સમય ગાળવાથી કુટુંબ પ્રત્યેની ભાવના પ્રબળ બની છે અને વિચારોમાં પણ પરિવર્તનન આવ્યું છે.
બિલ્ડર: નિલેશભાઇ ટોલિયા
‘લોકડાઉનના આ 50 દિવસમાં મને સમજાઇ ગયું કે, તેઓ મારી જિંદગીમાં કેવી રીતે અને કેટલી ઘનિષ્ઠતાથી સંકળાયેલા છે. મારો પરિવાર જ મારી લાઇફ હોવાનું ફીલ કર્યું.’
ઉદ્યોગપતિ: મેરામણભાઇ પરમાર
‘પહેલા કુટુંબને સમય આપી શકતો ન હતો. વર્ષો પછી એવુ બન્યું કે, પરિવાર સાથે આટલો બધો સમય સતત રહ્યો હોઉ. અત્યારે ફાર્મહાઉસ પર ફેમિલી સાથે આનંદથી સમય પસાર કરૂ છું.’
તબિબ: ડો. હરિક્રિષ્નાબેન ભટ્ટ
‘વિસરાઇ ગયેલા સંભારણા સાથે જીવવાનો એક અલગ જ અનુભવ મળ્યો, એ શબ્દોમાં વર્ણવવાનું શક્ય નથી. પરિવારને સમજવાની તક મળી એ અવિસ્મરણીય છે.’
શિક્ષણવિદ: ભરતેશભાઇ શાહ
‘પરિવાર સાથે વધુ સમય વિતાવવા મળ્યો, ખુબ જ સારા સુખદ અનુભવો થયા. યોગા, અભ્યાસ, વાંચન માટે સમય મળ્યો એટલે હું મારી જાતને વધુ ઓળખી શક્યો છું.’
તબિબ: ડો. કે. એમ. આચાર્ય
‘લોકડાઉન દરમિયાન વાંચન-યોગા અને કસરત કરવા ઉપરાંત સંસ્મરણો વાગોળ્યા છે અને દર્દીઓની સેવા કરવામાં સમય વ્યતિત કરવામાં આનંદ આવે છે.’
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.