તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મચ્છરો દ્વારા ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયા વિગેરે જેવા રોગો ફેલાતા હોય છે. ગત વર્ષે દ્વારકા જિલ્લામાં ડેન્ગ્યુના કેસોમાં અપ્રમાણસર વધારો જોવા મળ્યો હતો. જે અન્વયે રાજય કક્ષાની સુચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.16 મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા આશા બહેનોની ટીમોની રચના કરી ઝુંબેશ સ્વરૂપે ઘનિષ્ઠ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં રોગચાળા નિયંત્રણ અને અટકાયત કામગીરી સર્વેલન્સ દરમ્યાન મચ્છરના ઉદ્દગમ સ્થાન ધરાવતા પાણીના પાત્રોના નિકાલ કરવામાં આવશે. સર્વે કામગીરી દરમ્યાન મચ્છરના ઉત્પતિ સ્થાનો જેવા કે નળની કુંડી, સિમેન્ટની ટાંકી, સીડી નીચેની ટાંકી, બેરલ, પીપ, ટાયર, ડબ્બા, સુશોભન માટેના ફુવારા, ફ્રીઝ/એસી/ કુલરની ટ્રે, ફુલઝાડના કુંડા, પક્ષીઓના પીવાના પાણીના કુંડા, અગાસી, છજામાં ભરાતા પાણી, અને બંધીયાર વિસ્તારમાં ભરાતા ચોખ્ખા પાણીના સ્થળોએ એબેટના દ્રાવણ તેમજ બી.ટી.આઈ. દ્રાવણના ઉપયોગ કરી મચ્છરોની ઉત્પતિ અટકાવવામાં આવશે. જિલ્લાના નાના મોટા જળાશયોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મુકી પોરાઓનો નાશ કરી મચ્છરોના જીવનચક્ર અટકાવી રોગચાળા સામે જૈવિક રીતે મચ્છરોના ઉપદ્રવ અટકાવવામાં આવનાર છે.કામગીરી દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીની દેખરેખ હેઠળ કોવોડ-19 અંતર્ગત રાખવાની થતી તકેદારીઓ સાથે રોગચાળા અટકાયતી કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવનાર છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.