તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પરિણીતાને આપઘાતની દુષ્પ્રેરણા માટે 3 સામે ફરિયાદ

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બામણ ગામે એકાદ માસ પુર્વે મૃતકે ભર્યુ હતુ અંતિમ પગલું

કાલાવડ તાલુકાના બામણ ગામે રહેતી એક પરિણીતાએ એકાદ માસ પુર્વે ઘરે ઝેરી દવા પી જીવતર ટુંકાવી લીઘુ હોવાનો બનાવમાં મૃતકના પિતાએ તેની પુત્રી પર લગ્નજીવન દરમિયાન ત્રાસ ગુજારી આપઘાત માટે મજબુર કર્યાની ફરીયાદ મૃતકના પતિ,દિયર સહીત ત્રણ સામે નોંધાવી છે.

આપઘાત માટે મજબુર કર્યાની ફરીયાદ
બામણ ગામે રહેતી રેખાબેન નામની પરિણીતાએ ગત તા.10મી એપ્રિલે ઘરે ઝેરી દવા પી જતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ. જેમાં મૃતકના પિતા કાંતિભાઇ ગોવિંદભાઇ સોંદરવાએ તેની પુત્રી પર લગ્ન જીવન દરમિયાન સામાન્ય બાબતે બોલાચાલી કરી મેણા ટોણા મારી ચારીત્ર્ય વિશે શંકા કુશંકા કરી શારીરીક માનસિક ત્રાસ ગુજારી તેને આપઘાત માટે મજબુર કર્યાની ફરીયાદ મૃતકના પતિ નરેન્દ્ર ઉર્ફે લાલો સામતભાઇ ચૌહાણ, દિયર વિજય સામતભાઇ ચોહાણ અને કૌટુબિક દિયર વિજય દેવશીભાઇ ચૌહાણ સામે નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો