તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનનો ભંગ:સમય-નિયમનો ભંગ કરી કારખાનું અને દુકાન ચાલુ રાખનાર 7 શખસો સામે ફરિયાદ

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લામાં જાહેરનામાં ભંગ સબબ 55 શખસો સામે ફોજદારી

કોરોના સંક્રમણને અટકાવવા 17 મે સુધી સંપૂર્ણ લોકડાઉનમાં સમય અને નિયમનો ભંગ કરી જામનગર, કાલાવડ, મોટીખાવડીમાં કારખાનું અને દુકાન ચાલુ રાખનાર 7 શખસો સામે પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો છે. તદઉપરાંત શહેર-જિલ્લામાં બિનજરૂરી આંટાફેરા, આડેધડ રેંકડી ઉભી રાખવા અંગે 55 સામે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી છે.

લોકડાઉનમાં બિનજરૂરી આંટાફેરા, માર્ગો પર રેંકડી રાખવા અંગે 55 સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો
શહેર-જિલ્લામાં કોરોનાના કેસ વધતાં 17 મે સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે, અનાજ, કરિયાણા સહીતની આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો માટે સમય મર્યાદા નકકી કરાઇ છે. આમ છતાં સમયમર્યાદા અને નિયમોનો ભંગ કરી જામનગરમાં કારખાનું ચાલુ રાખવા સબબ મીતેશ મુકેશભાઇ કનખરા અને દુકાનો ચાલુ રાખવા સબબ અનીલ મથુરાદાસ લધાણી, જયંત પ્રભુલાલ કનખરા, દીનેશ વીરાભાઇ કરોતરા, દીનેશ લક્ષ્મીદાસ ધધડા,  મોટીખાવડીમાં બિનોદકુમાર ઇન્દ્રદેવસિંહ યાદવ, નીકાવામાં દીપક પરષોતમ મેનપરા, રાહુલ મનોજભાઇ ગઢીયા સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો હતો. લોકડાઉનમાં બિનજરૂરી આંટાફેરા, માર્ગો પર રેંકડી રાખવા અંગે 55 સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો