તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખંભાળિયા તાલુકામાં સુરતથી મંજૂરી સાથે મુસાફરોને લઈને ખાનગી બસ આવી હતી જેમાં નિર્ધારિત સંખ્યા કરતા વધુ મુસાફરો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી પોલીસે સુરતના રહેવાસી રાકેશ વિનોદભાઈ વાડોલ તથા મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાવ ખાતે રહેતા કમલેશ બાપુભાઈ સોજવને નામના સ્લીપર કોચ બસના ડ્રાઈવર તથા ક્લીનર સામે ઉપરાંત સુરતથી અહીં આવેલા અને લાલપુર તાલુકાના મોડપર ગામના કાના રવાભાઈ વાઘેલા, મહેશ રત્નાભાઈ પરમાર, કવિબેન કાનાભાઈ વાઘેલા નામના ત્રણ વ્યક્તિઓ સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત ઉપરોક્ત સ્લીપર કોચ બસને પોલીસે ડિટેઈન કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ખંભાળિયા તાલુકામાં નિયત સમય પછી પણ પોતાની માટલાની દુકાન ખુલ્લી રાખવા સબબ રમેશભાઈ માવજીભાઈ નડિયાપરા તેમજ પ્રવીણભાઈ પરબતભાઈ ચૌહાણ, રોહિત રામજીભાઈ ડગરા, ઓસમાણ કસમ સંઘાર અને આલા બાલુભાઈ ચાસીયા તથા હેમુભા ખીમાજી અને મલા ભીખાભાઈ સિંધવ શખ્સો સામે ખંભાળિયા પોલીસમાં જાહેરનામા ભંગ કરવા સબબના ગુના નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય કેટલાંક કિસ્સાઓ મળી જાહેરનામા ભંંગની 40 ફરિયાદ જિલ્લામાં નોંધવમાં આવી હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.