તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:કાલાવડમાં બંધ દુકાનનો દરવાજો તોડી તમાકુ-બીડીના જથ્થાની ચોરી

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તસ્કરો બીડી, સિગારેટ અને સીસીટીવી કેમેરો-ડીવીઆર ઉઠાવી ગયા

કાલાવડમાં પાણીના ટાંકા પાસે ઢોલીયા પીરના ક્રબસ્તાન સામે પાન બીડીની બંધ દુકાનનો પાછલો દરવાજો તોડી અંદર ધુસેલા તસ્કરો તમાકુના જુદા જુદા ડબલાઓ,બીડી અને સીગારેટના પેકેટ ઉપરાંત સીસીટીવી કેમેરો અને ડીવીઆર પણ ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.જામનગર તાલુકાના કાલાવડમાં પંજેતનનગર વિસ્તારમાં રહેતા અને પાણીના ટાંકા પાસે ઢોલીયાપીરની દરગાહ સામે તમાકુ-બીડીની દુકાન ધરાવતા વેપારી સોહિલ ઇકબાલભાઇ પટેલએ પોતાની દુકાનનો પાછલો દરવાજો તોડી અંદર પ્રવેશી કોઇ તસ્કરો બીડીના જુદા જુદા 76 પેકેટસ, સીગારેટના 46 પેકેટસ, તમાકુના પાંચ મોટા ડબલા અને ત્રણ નાના ડબલા તેમજ સીસીટીવી કેમેરો અને ડીવીઆર સહીત રૂ.27,615નો મુદામાલ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે.ચોરીના આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. હાલમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે તસ્કરીના આ બનાવને ગત તા.11 થી તા.12 મે દરમિયાન અંજામ આપવામાં આવ્યો હોવાનુ બહાર આવ્યુ છે. આ બનાવના પગલે પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ દબાવવા માટે કવાયત હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો