તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:લધુશંકાની શંકા રાખી સગા ભાઇનો ભાઇ પર હુમલો

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક જ મકાનમાં રહેતા ભાઇ વચ્ચે ડખ્ખો
 • લાકડીઓ ફટકારી ભાઇને ફ્રેકચર કરી નાખ્યું

લધુશંકાની શંકા રાખી સગાભાઇએ ભાઇ પર હુમલો કરતા ચકચાર જાગી છે. એક જ મકાનમાં રહેતા ભાઇએ ભાઇને માર મારી ધમકી આપ્યાનું ફરિયાદમાં જાહેર થયું છે. 

લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
જામનગરમાં શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની શેરી નં.14 માં પ્રેમજીભાઇ પીતાંબરભાઇ ચૌહાણ(ઉ.વ.55)  અને તેના સગાભાઇ જગદીશભાઇ  એક જ મકાનમાં ઉપર નીચે રહે છે. આ દરમ્યાન શુક્રવારના જગદીશભાઇને પોતાના  બાથરૂમમાં  પ્રેમજીભાઇ લુધશંકા કરી ગયાની શંકા ગઇ હતી. આથી જગદીશભાઇએ ઉશ્કેરાઇને પોતાના સગાભાઇ પ્રેમજીભાઇ પર લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાને કારણે પ્રેમજીભાઇને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. બનાવ અંગે પ્રેમજીભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે જગદીશભાઇ સામે હુમલા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લધુશંકાની શંકા રાખી સગાભાઇએ ભાઇ પર હુમલો કર્યાના બનાવે શહેરભરમાં ચકચાર જગાવી છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો