તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડકંપ:અમદાવાદે જામનગરને વધુ 3 પોઝિટિવ કેસની ધરાર ભેટ આપી, કુલ 29 કેસ થયા

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરના પોશ વિસ્તાર સ્વસ્તિક સોસાયટીમાં પોઝિટિવ કેસ, પટેલ કોલોની અને મારવાડી વાસમાં રહેતા દર્દીએ શહેરમાં પ્રવેશ કર્યો ન હતો
 • બે દર્દીને સીધા સમરસ હોસ્ટેલમાં તો એક દર્દી હોમ ક્વોરન્ટાઇન થયો હતો, તંત્રમાં દોડધામ

જામનગરમાં અમદાવાદથી આવેલા વધુ ત્રણ વ્યકિતના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ તો શહેરીજનોમાં ચિંતા વધી છે. શહેરના પટેલ કોલોની અને  મારવાડી વાસમાં રહેતા બે દર્દી શહેરમાં પ્રવેશ્યા ન હતા અને  સીધા સમરસ હોસ્ટેલમાં  કવોરન્ટાઇન થયા હતાં. જયારે સ્વસ્તિક સોસાયટીમાં રહેતા વ્યકિત કે જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે તે હોમ ક્વોરન્ટાઇન થયો હતો. શહેરમાં વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાતા આંકડો 29 પર પહોંચ્યો છે.
63 રિપોર્ટ નેગેટીવ તો 25 રિપોર્ટ બાકી રહ્યા હતાં
જામનગરમાં રવિવારે સવારે જી.જી.હોસ્પિટલમાં શહેરના 23 કોરોના શંકાસ્પદ  દર્દીના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. જે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. જયારે મોડી સાંજે બીજા બેચમાં શહેરના વધુ 88 કોરોના શંકાસ્પદ દર્દીના નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 63 રિપોર્ટ નેગેટીવ તો 25 રિપોર્ટ બાકી રહ્યા હતાં. જેમાંથી 23 ના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. જયારે બે દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતાં. જેમાં પટેલકોલોની શેરી નં.10 માં રહેતા 63 વર્ષના પુરૂષ અને રણજીત સાગર રોડ પર મારવાડી વાસમાં રહેતા 36 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. 
 શહેર-જિલ્લામાં પોઝીટીવ કેસનો આંકડો 29 પર પહોંચ્યો છે. 
આ બંને વ્યકિત મંજૂરી લઇ અમદાવાદથી આવ્યા હતાં. પરંતુ શહેરમાં પ્રવેશ્યા ન હતા અને ઠેબા ચોકડી પાસે સીધા સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતાં. જયારે બપોર બાદ શહેરના સ્વસ્તિક સોસાયટીમાં રહેતા 45 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેઓ પોતાની પત્નીની સારવાર અર્થે અમદાવાદ ગયા હતાં જયાંથી બે-ત્રણ દિવસ પહેલા પરત ફર્યા હતાં. આ દર્દી હોમ ક્વોરન્ટાઇન થયા હોય તંત્રમાં દોડધામ તો શહેરીજનોમાં ચિંતાની લાગણી જન્મી છે. આ ત્રણેય દર્દીઓને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્રણેય દર્દીને કોરોનાનો ચેપ અમદાવાદથી લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. વધુ ત્રણ કેસથી શહેર-જિલ્લામાં પોઝીટીવ કેસનો આંકડો 29 પર પહોંચ્યો છે. 
કોમ્યુનીટી સંક્રમણ નથી : કલેકટર
જામનગર જિલ્લા કલેકટર રવિશંકરે જણાવ્યું હતું કે, શહેર-જિલ્લામાં અત્યાર સુધી કુલ 29 કેસ નોંધાયા છે, પરંતુ હજુ  જામનગરમાં કોમ્યુનીટી સંક્રમણ નથી. તમામ બહારના કેસ છે એટલે શહેરીજનોએ ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી જરૂરી છે. 
માઇલ્ડ લક્ષણ અને કોમ્પ્લીકેશન ન હોય તે દર્દીને 10 દિવસ બાદ ઘેર મોકલાશે 
તાજેતરમાં સરકાર દ્વારા કોવીડ-૧૯ અંગે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત કોરોના પોઝીટીવ હોય અને માઇલ્ડ સીમટમ્સ એટલે કે લક્ષણો હોય તેવા દર્દીઓ આવ્યા પછી કોઇ કોમ્પલીકેશન ન હોય તો તેવી પરિસ્થિતિમાં 10 દિવસ પછી તેમને ઘરે પહોંચાડવા આવે છે અને ત્યારબાદ તેઓએ 14 દિવસ સુધી ઘરે ક્વોરન્ટાઇન રહેવુ પડે છે.
સુરતથી હજુ 10 બસ આવશે
જામનગરમાં સુરતથી રત્ન કલાકારોને લઇને 10 બસ આવશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. સુરતથી આવનાર તમામ લોકોનું ચેકપોસ્ટ પર સ્ક્રીનીંગ કરી ફોર્મ ભરાવી તેઓની સંપૂર્ણ માહીતી એકત્ર કરવામાં આવશે. 
કોરોના અપડેટ
જામનગર શહેર-જિલ્લામાં કુલ 29 કેસ 
2 બાળકોના મૃત્યુ 
26 એકટીવ કેસ
25 જામનગરના સારવારમાં 
1 ખંભાળિયા સારવારમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો