તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગઢકડામાં સરપંચના ભાઇની હત્યામાં આરોપીઓ જેલ હવાલે

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે બે બારના જોટા, 1 દેશી તંમચો, બાઈક કબજે કર્યું
 • હત્યા પ્રકરણમાં નવ આરોપીઓની ધરપકડ કરાઈ

જામજોધપુરના ગઢકડામાં ગેરકાયદે મંડળી રચી બારેક શખ્સોએ સરપંચના ભાઇની હત્યા નિપજાવી હોવાના બનાવમાં પોલીસે નવ આરોપીની ધરપકડ કરી હતી જેમાં ચારના રીમાન્ડ પુર્ણ થતા જેલહવાલે કરાયા હતા. પોલીસે બાર બોરના બે ઝોટા, એક દેશી તમંચો અને બાઇક વગેરે કબજે કર્યા હતા.

રીમાન્ડ દરમિયાન પોલીસે આરોપીના કબજામાંથી વધુ બે બાર બોરના જોટા,એક દેશી તમંચો અને બાઇક વગેરે કબજે કર્યા
ગઢકડા ગામે થોડા દિવસ પુર્વે ચુંટણી અને જમીનની ખરીદી મામલે મનદુ:ખના મામલે ગેરકાયદે મંડળી રચી બારેક શખ્સોએ સરપંચના ભાઇ મુશ્તાક ઓસમાણભાઇ સહીત ત્રણ યુવાન પર જીવલેણ હુમલો કર્યાની ફરીયાદ થઇ હતી જેમાં સારવારમાં મુસ્તાકભાઇનું મૃત્યુ થયું હતું. આથી શેઠવડાળાના પી.એસ.આઇ. એ.ડી. વાળા અને મદદનીશ ભુવાભાઇ સહીતની ટીમે હત્યા પ્રકરણમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જેના આઠ દિવસના રીમાન્ડ મેળવી જીણવટભરી પુછપરછ હાથ ધરી હતી. જે રીમાન્ડ દરમિયાન પોલીસે આરોપીના કબજામાંથી વધુ બે બાર બોરના જોટા,એક દેશી તમંચો અને બાઇક વગેરે કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો