તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્તદાન:૫૬ બોટલ રક્ત એકત્ર કરીને થેલેસેમીક બાળકો માટે અપાયું

જામનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરાહનીય પગલું|લોકડાઉન વચ્ચે ચૈતન્ય ટ્રસ્ટ દ્વારા અનોખી સેવા

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફાઈટ અગેઇનસ્ટ કોવીડ-૧૯ અભિયાન અંતર્ગત  જી. જી. હોસ્પિટલમાં થેલેસેમિયા સામે બાથ ભીડતા બાળકો ને લોહીની તાતી જરૂરિયાત હોઇ બે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ હતા. જેમાં પ્રથમ કેમ્પ મહા-લક્ષમી બંગ્લોજ સોસાયટી  અને દિત્તીય કેમ્પ જીલ્લા સેવા સદન, શરુ સેક્સન રોડ, કલેકટર ઓફીસ ખાતે યોજાયો હતો.  

થેલેસેમિયા સામે બાથ ભીડતા 350 બાળકો માટે રક્ત ડોનેટ કર્યું
જામનગર જીલ્લા રેવન્યુ કર્મચારી મંડળ (વર્ગ-૩) અને જી જી હોસ્પિટલનો સહકાર સાપડ્યો હતો. ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલકો અને ટ્રસ્ટી હિતેશ પંડ્યા અને પ્રોજેક્ટ ચેરમેન કેતન રામાણીએ પોતાનું બ્લડ ડોનેટ કરીને આ કેમ્પને ખુલ્લો મુકેલ હતો. જયારે દિત્તીય કેમ્પ એડિશનલ કલેકટર રાજેન્દ્ર સરવૈયા જીલ્લા પુરવઠા અધિકારી કેયુર જેઠવા, મામલતદાર અક્ષર વ્યાસ, કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન અને નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય વગેરે એ ખુદ જાતે રક્ત દાન કરી કેમ્પ ખુલ્લો મુક્યો હતો. 95 લોકો આ કેમ્પમાં ભાગ લેવા આવ્યા હતા જેમાંથી 40 લોકો જુદા જુદા કારણે કેમ્પ માં ભાગ લેવા માટે અનફીટ જાહેર થતા બાકીના  56 લોકોએ રક્ત દાન કરીને 56 બોટલ રક્ત બે કેમ્પ દ્વારા જી. જી. હોસ્પિટલ ના થેલેસેમિયા સામે બાથ ભીડતા 350 બાળકો માટે ડોનેટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો