તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ખંભાળિયામાં ખાનગી હોસ્પિટલના તબિબ પર ત્રિપૂટીનો ધોકા વડે હુમલો

ખંભાળિયા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સીસીટીવી ફુટેઝ મેળવી હુમલાખોરોને પકડી પાડવા કવાયત
 • તબીબ હોસ્પિટલથી ઘરે જવા બાઇક પર રવાના થયા હતાં

ખાનગી હોસ્પિટલના તબિબ પર રાત્રિના ત્રણેક શખ્સોએ ધોકા વડે હુમલો કરી તબીબને ઇજાગ્રસ્ત કર્યા હોવાનો બનાવ નોંધાયો છે.રાત્રિના તબીબ હોસ્પિટલ બંધ કરી બાઇક પર ઘરે જઇ રહ્યા હતાં દરમિયાન બાઇક પર ઘસી આવેલા ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી સ્થળ પરથી પલાયન થઇ ગયા હતાં. ઇજાગ્રસ્ત તબીબને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.પોલીસે ઘટના આસપસાના સ્થળના સીસીટીવી ફુટેઝ મેળવી હુમલાખોરોને પકડી પાડવા તપાસ આરંભી છે.

હુમલાખોરો સ્થળ પરથી પલાયન થઈ ગયા
ખંભાળીયામાં ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી નજીક આવેલી ખાનગી કલરવ બાળકોની હોસ્પિટલનાં તબિબ રમેશભાઈ નાગજીભાઈ ભંડેરી સોમવારે રાત્રિના હોસ્પિટલથી પોતાના ઘરે બાઇક પર જઇ રહ્યા હતાં.દરમિયાન રસ્તામાં બાઇક પર ઘસી આવેલા ત્રણ શખ્સોએ બાઇક આંતરીને તબિબને જમીન પર પટકાડીને ધોકા વડે તૂટી પડ્યા હતાં. બનાવમાં ઇજાગ્રસ્ત તબિબને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. હુમલાખોરો સ્થળ પરથી પલાયન થઈ ગયા હતાં.નગરગેટ પોલીસ ચોકીના પીએસઆઇ પ્રદિપસિંહ જાડેજા દ્વારા હુમલાખોરોને પકડી પાડવા તપાસ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો