તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર:કન્ટેઇનમેન્ટ ઝોન બેટદ્વારકામાં આરોગ્ય વિભાગની 24 ટીમો દ્વારા ટેસ્ટીંગ અભિયાન

ખંભાળિયા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવ દિવસમાં આરોગ્યની ટીમ દ્વારા 1640 પરિવારની આરોગ્યલક્ષી ચકાસણી

દેવભૂમિ દ્વારકાના બેટદ્વારકામાં કોરોના વાઇરસના બે પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર બેટદ્વારકાને કન્ટેઇનમેન્ટ વિસ્તાર ઘોષિત કરવામાં આવ્યો છે.સમગ્ર બેટદ્વારકામાં જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા વ્યાપક સર્ચ સાથે સતત નવ દિવસથી અવિરતપણે કામગીરી કરીને બેટદ્વારકાના 1640 પરિવારની આરોગ્યલક્ષી તપાસણી કરતા લોકો ભયમૂક્ત બન્યા છે. કોરોના વાઇરસના પોઝિટિવ કેસની બેટદ્વારકાથી શરૂઆત થઇ છે.બેટદ્વારકાને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા બાદ તમામ છુટછાટ બંધ થતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.અજમેરથી આવેલ પરિવારને કોરોના પોઝિટિવ આવતા બેટદ્વારકામાં વસવાટ કરતા પરિવારની આરોગ્ય દ્વારા સઘન આરોગ્યલક્ષી ચકાસણી કરવામાં આવી રહી છે.બેટદ્વારકામાં અંદાજીત 8200ની વસ્તી અને 1640 જેટલા પરિવારોની આરોગ્યલક્ષી તપાસણી થઈ છે.

બેટદ્વારકામાં આરોગ્ય કર્મચારીઓના ધામા
દ્વારકા તાલુકાના ઓખા,મીઠાપુર અને વરવાળા તેમજ દ્વારકા વગેરે આરોગ્યના કેન્દ્રનો સ્ટાફ હાલ કન્ટેઇનમેન્ટ એરિયા બેટદ્વારકામાં ફાળવી દેવાયો છે. જ્યારે સલાયા,નાના આંબલામાં પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.સમગ્ર જિલ્લામાં શંકમંદોના ટેસ્ટ કરાયા બાદ રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રને હાંશકારો અનુભવાયો છે.

દેવભૂમિ દ્વારકા 1701 વ્યક્તિ ક્વોરન્ટાઈન
દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 6423 લોકોની ક્વોરન્ટાઈન અંગેની કામગીરી કરવામાં આવી હતી. 4722નો 14 દિવસનો ફલોઅપ પીરીયડ પૂર્ણ થયો છે. હાલ 1701 વ્યક્તિઓ કોરોન્ટાઈનમાં છે. હાલ હોમ કોરોન્ટાઈનમાં 908 અને સરકારી કોરોન્ટાઈનમાં 749 તથા બોટ કોરોન્ટાઈનમાં 44 મળી, કુલ 1701 વ્યક્તિઓને કોરોના સંદર્ભે કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો