તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વાહન ડિટેઇનની શંકા રાખી પોલીસ પર હુમલો

ખંભાળિયા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકાના હેડ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ
  • હુમલો કરનાર ભાઇ-બહેન સામે ગુનો

દ્વારકામાં એક હેડ કોન્સ્ટેબલ પર ભાઇ-બહેને તેમના બનેવીનું બાઇક ડિટેઇન કર્યું હોવાની આશંકા રાખી હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.પોલીસ કર્મચારીને માર મારતા ગંભીર ઇજા પહોંચી હોવાનું જાહેર થયું છે.પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ફરજમાં રૂકાવટ તેમજ માર માર્યાની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
દ્વારકામાં ટી.વી. સ્ટેશન પાસે ફરજ પર રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાણાભાઈ રણમલભાઈ વાઘેલા તેમની ફરજ પર હતા ત્યારે આ જ વિસ્તારમાં રહેતા વિરમભા અલાભા ભઠડ તથા તેના બહેને આ સ્થળે આવી પોલીસ કર્મી રાણાભાઈને બિભત્સ ગાળો કાઢી,ઢીકાપાટુનો માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. વિરમભાના બનેવીનું વાહન પોલીસ હેડ કોસ્ટેબલે ડિટેઈન કરાવ્યું હોવાની આશંકા રાખી ભાઈ-બહેને પોલીસકર્મીને માર મારી, પગની ઢાંકણી ખસેડી નાખી, ફરજમાં રૂકાવટ કર્યાનુ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. બન્ને સામે ફરજમાં રૂકાવટ તેમજ માર માર્યાની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો