તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જામકંડોરણાના સોડવદરમાં જુગાર રમતી 12, ગોંડલી નદીના પટમાંથી ચાર મહિલા ઝડપાઇ

જામકંડોરણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જિલ્લા અને શહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી 12 શકુનિને સકંજામાં લીધા

જામકંડોરણાના સોડવદર ગામે જૂગાર રમતી 12 મહિલાઓને પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ભાનુબેન ગોવીંદભાઇ, સુમીતાબેન રમેશભાઇ, ભાવનાબેન ધીરજભાઇ, મયુરબા ઉર્ફે માયાબા, રૂદ્રીબેન ઉર્ફે રૂડીબેન, મનીષાબેન શૈલેષભાઇ,રંજનબેન નાથાલાલ, મનીષાબેન રાજેશભાઇ, ગીતાબેન મુકેશભાઇ, ગીતાબેન રાજેશભાઈ, નીતાબેન રમેશભાઇ અને સોનલબેન પ્રવીણભાઇનો સમાવેશ થાય છે. તમામ પાસેથી રૂ 15730ના મુદામાલ કબજે લેવાયો હતો. જયારે ગોંડલી નદીના પટમાં સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતી ચાર મહિલાને રોકડા રૂ. 11200 સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે રતનબેન સુરેશભાઇ રાઠોડ, ચંદ્રાબેન રાજુભાઇ સોલંકી , શારદાબેન ઘીરૂભાઇ સોલંકી તેમજ સીતાબેન શિવભાઇ સોંલકીને ૧૧,૨૦૦ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી જિલ્લામાં ચાલતા જુગાર ધામ પર પોલીસ ત્રાટકી હતી અને અલગ અલગ ત્રણ સ્થળેથી કુલ 12 જુગારી ઝડપાયા હતા. જુના સાદુળકા ગામની સીમમાં આવેલા કારખાનાની મજૂરની ઓરડીમાં જુગાર રમતા કમલેશભાઇ કરશનભાઇ પટેલ, રોહીતભાઇ મગનભાઇ કાલરીયા, ગુણવંતભાઇ નારણભાઇ આદ્રોજાને ઝડપી લઇ રૂ. 2.14 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

અને મોરબીના રવાપર ધુનડા રોડ ઉમીયાનગર સોસાયટી પાસે જુગાર રમતા દિપભાઇ જયેશભાઇ વસીયાણી, ચિરાગભાઇ ભગવાનજીભાઇ કલોલા, ભાવીકભાઇ ઉર્ફે લાલો ચંદુભાઇ ઓધવીયા કેતનભાઇ ઉર્ફે ભાવુ ભવાનભાઇ લોરીયાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડા રૂ. 20,750ના મુદામાલ જપ્ત કર્યો હતો.ત્રીજા બનાવમાં હળવદ પોલીસ સ્ટાફે સુંદરીભવાની ગામે જુગાર રમતા લાલજીભાઇ ગેલાભાઇ ખરગીયા, જયપાલભાઇ ગોરધનભાઇ સરવૈયા, ગોપાલભાઇ મોતીભાઇ ધ્રાંગીયા, રણછોડભાઇ ઝાલાભાઇ ડાભી, ગોપાલભાઇ રતીલાલ ભાઇ મારૂને ઝડપી લઇ રૂા 12,100નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

મિતાણા નજીક 5 પત્તાંપ્રેમી પકડાયા
ટંંકારાના મિતાણાથી ધ્રોલીયા ગામના માર્ગે જાહેર જુગાર રમતા પાંચ જુગારીયને ઝડપી લઇ કુલ 38,700નો મુદ્દામાલ કબજે લીધો હતો. સાથે જુગાર રમી રહેલા કિશોર ધનજી દેવડા, ચિરાગ મગન દેવડા, ચેતન સુંદરજી દેવડા, ચિરાગ અશોક ભાગીયા, સૌરભ રમેશ ભાગિયાને ઝડપી લીધા હતા.

બંધિયામાં 5, ગોંડલમાં 6 જુગારી ઝબ્બે
જામકંડોરણાના બંધીયા ગામે પોલીસે જૂગાર રમતાં હરસુખ બગડા, ઋતુરાજસિંહ ઉર્ફે ભોલો, નીરવ હરેશભાઇ આડતીયા, દિગ્વીજયસિંહ અનિરૂધ્ધસિંહ અને ધીરૂ ડાયાભાઇને ઝડપી લીધા હતા. જ્યારે ગોંડલમાં જુગાર રમતા ચંદુભાઇ મોહનભાઇ રૂપારેલીયા , ગાંડુભાઇ સવજીભાઇ પાનસુરીયા, બટુકભાઇ પરષોતમભાઇ ચોવટીયા, સતારભાઇ ઇબ્રાહિમભાઇ દોઢીયા, મનોજભાઇ પ્રેમજીભાઇ ડાભી, હકુભાઇ ઇબ્રાહિમભાઇ કુરેશીને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...