તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇકલ યાત્રા:ગોંડલથી સોમનાથ સુધી યુવાઓની સાઇકલ યાત્રા

ગોંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સાઇકલ હેલ્થ ક્લબના સભ્યોએ 165 કિલોમીટરનું અંતર 11 કલાકમાં પૂર્ણ કરી સોમનાથ દાદાના આશિર્વાદ લીધા. - Divya Bhaskar
સાઇકલ હેલ્થ ક્લબના સભ્યોએ 165 કિલોમીટરનું અંતર 11 કલાકમાં પૂર્ણ કરી સોમનાથ દાદાના આશિર્વાદ લીધા.
 • ક્લબના સભ્યોનો બેટી અને પર્યાવરણ બચાવો તેમજ કોરોના હરાવોનો સંદેશ

ગોંડલ સાઇકલ હેલ્થ કલબ દ્વારા બેટી બચાવો,પર્યાવરણ બચાવો અને કોરોનાને હરાવો તેવી જાગરૂકતા સમાજ અને નાગરિકોને સમજાય તેવા શુભ હેતુથી ગોંડલ સાઇકલ હેલ્થ કલબના 13 સાઈકલિસ્ટ સભ્યોએ ગોંડલથી સોમનાથ મહાદેવના મંદિર સુધી 165 કિલોમીટરની સાઇકલ યાત્રા યોજી હતી. યાત્રાને ગોંડલથી પ્રસ્થાન કરાવવા ગોંડલ રાજવી પરિવારના જ્યોતિરર્મયસિંહજી ઓફ હવામહેલ તથા ગોપાલભાઈ સખીયા,હિતેશભાઈ દવે, જીગરભાઈ સાટોડીયા, પ્રતિપાલસિંહજી જાડેજા હાજર રહ્યા હતા અને ફ્લેગ ઓફ કરી યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

સોમનાથ સાઇકલ યાત્રામાં મનીષભાઈ જાહટકીયાબાબાલાલ પટેલ ,અતુલ ઠુમ્મર, પારસ કમાણી, કિરીટ ગજેરા,મનોજ ધુલિયા,મહેશભાઈ દુધાત્રા,વિપુલ કોટડીયા,મનોજ પતંજલિ ,રવી માકડિયા, રજનીશ રૈયાણી,હર્ષિત પાદરીયા, રુશી ધુલિયા જોડાયા હતા.તેમણે 165 કિલોમીટરનું અંતર તમામ સાઈકલીસ્ટ સભ્યોએ 11 કલાક માં પૂર્ણ કરી લીધું હતું અને ગોંડલના સંસદસભ્ય રમેશભાઈ ધડુકના સહકારથી સભ્યો માટે વ્યવસ્થા ગોઠવાઇ હતી.

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ ના ચરણોમાં તમામ સાઈકલીસ્ટ સભ્યોએ વહેલી સવારે તેમના ઉમદા ઉદેશ્ય બેટી બચાવો,પર્યાવરણ બચાવો અને કોરોના ને હરાવો ની ભાવના ને સાકાર કરવા આશીર્વાદ માંગ્યા હતા. એસ્કોર્ટ તરીકેની જવાબદારી ગોંડલ સાઇકલ હેલ્થ કલબના સભ્ય દિપક દેસાઈ,મોન્ટુ ગોહેલ,રણજીત પરમાર,ભાવેશ કમાણી વગેરેએ નિભાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો