નજીવી બાબતે મારામારી:ગોંડલમાં મોબાઈલના હપ્તા બાબતે યુવાન પર ધોકા-તલવારથી હુમલો; પોલીસે ઘટનાના પગલે કાર્યવાહી હાથ ધરી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલના કુંભરવાડા વિસ્તારમાં રહેતા યુવાનને મોબાઈલના હપ્તા બાબતે બોલાચાલી થયા બાદ તેના પર પાંચ જેટલા શખ્સોએ ધોકા અને તલવાર વડે હુમલો કરતા તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ, ગોંડલમાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા વિજય રમેશ દુધરેજીયા (ઉ.વ 30) નામનો યુવાન ગઈકાલ રાત્રિના વિજયનગર પાસે ખોડીયાર મંદિર નજીક ભઠ્ઠા પાસે હતો. ત્યારે સમીર બેટરી તથા તેની સાથેના અજાણ્યા ત્રણ જેટલા શખ્સોએ મળી યુવાનને ધોકા અને તલવાર વડે માર મારતા હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,યુવાન કલર કામ કરે છે અને બે ભાઈ એક બહેનના પરિવારમાં નાનો છે. યુવકના ભાઈના કાર્ડ પર આશિફ નામના શખ્સે મોબાઇલ લીધો હતો. જેના હપ્તા બાબતે યુવાનને આશીફ સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં આશિફ ચાલ્યો ગયો હતો. તે દરમિયાન આ શખ્સો જે આસિફના પરિચિત હોય તેમણે યુવાન સાથે ઝઘડો કરી માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...