ગોંડલમાં ‘તંુ મને ઓળખે છે, હું કોનો માણસ છું ? કહી ધમા આહિર નામના શખ્સે હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહને ફોન કરીને અપશબ્દો બોલી ધમકી આપતા ફરજમાં રૂકાવટની ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. બનાવ અંગે ફરીયાદી જયદિપસિંહ ખુમાનસિંહ ચૌહાણ (હેડ કોન્સ્ટેબલ-ગોંડલ સીટી પોલીસ) જણાવ્યું હતું કે ગત તા. 10ના ગોંડલ સીટી પોલીસમાં મારામારી અંગેની ફરિયાદ ગોંડલના નરેન્દ્રભાઇ ઉર્ફે બાલી તુલસીભાઇ વ્યાસે નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે ધમો આહિર, લીસીયો તથા અપુડો નામના શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવાઇ હતી. પોલીસે આ શખ્સની ક્રાઇમ કુંડળી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી આરંભી હતી અને તેને કાનૂનનું ભાન કરાવ્યું હતું.
જે આરોપીને પકડવાની સુચના ગોંડલના પીઆઇ એમ.આર.સંગાડાએ આપતા આરોપી રફીક ઉર્ફે લીસીયાને ઝડપી લીધો હતો. જયારે ફરાર આરોપી ધમા આહિરને પકડવાનો બાકી હોય જેમના ઘરે જઇને તેમની માતા અને ભાઇની પુછપરછ કરી હતી. જે બાબતે આરોપી ધમા આહિરે મને ફોન કરીને ગાળો આપી ધમકી આપી હતી કે તું ડી સ્ટાફમાં છો અને તને મેં હપ્તાઓ આપ્યા છે. તેમજ હું કોનો માણસ છું તને ખબર છે? કહી ગર્ભિત ધમકીઓ આપીને ફરજમાં રૂકાવટ કરી હતી.
આથી આરોપીને કાનૂનનું ભાન કરાવવું જરૂરી હતું. જે અંગેની ફરિયાદ પરથી ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ અને સ્ટાફે તપાસ હાથ ધરી બાકીના અન્ય આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, તેમજ તેમને કાયદાનું ભાન કરાવવાની ગતિવિધિ તેજ બનાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.