આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી:ગોંડલમાં વગર વેક્સિનેસને સર્ટિફિકેટ જનરેટ થયું, યુવકે પહેલો ડોઝ 9 જાન્યુઆરીના રોજ લીધો હતો

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સો ટકા કોરોના વેક્સીનેસનના દાવા કરતાં તંત્ર દ્વારા આ સો ટકા વેક્સીનેસનનો લક્ષ્યાંક કંઈ રીતે પૂરો કરવામાં આવે છે તેની પોલ ઘણી વાર છતી થતી હોય છે. ઘણી વાર વગર વેક્સીનેસને લોકોને વેક્સિન સર્ટિફિકેટ મળવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ઘટના ગોંડલથી સામે આવી છે.

વેક્સિન સર્ટિફિકેટનો મેસેજ આવતા અચરજ
ગોંડલમાં એક યુવકને ત્યારે અચરજ થયું જ્યારે તેના ફોન પર વગર વેક્સીનેસને વેક્સિન સર્ટિફિકેટનો મેસેજ આવ્યો. યુવકે પહેલો ડોઝ 9 જાન્યુઆરીના રોજ લિધો હતો, પરંતુ બીજો ડોઝ લેવાનો બાકી હતો. તેમ છતાં વગર વેકસીન આપ્યે બીજા ડોઝનું સર્ટિફિકેટ જનરેટ થયું. બીજો ડોઝ 29 ઓગસ્ટના દિવસે એક શાળા ખાતેથી લિધા હોવાનો મેસેજ આવ્યો. આમ, ફરી તંત્રની પોલ આ મેસેજે છતી કરી છે. સો ટકા વેક્સીનેસનનો લક્ષ્યાંક કેવી રીતે પૂરો કરવામા આવે છે તે આવી ઘટનાઓ દ્વારા બહાર આવી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...