ગોંડલમાં ભોજરાજપરામાં રહેતા કુંભારવાડાના રીક્ષા ચાલકને દશ જેટલા શખ્સોએ રોકી તને કઈ હવા છે? તેવુ કહી છરી ધોકા પાઇપ વડે હુમલો કર્યા બાદ રીક્ષા ચાલકના ઘરમા ઘૂસી તેની પત્ની તથા બે પુત્રીઓ પર નિર્લજ્જ હુમલો કર્યો હતો.રીક્ષા ચાલકને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિજય નગર મફતીયાપરામાં રહેતા અને રીક્ષા ચલાવતા ઘર્મેશ માવનજીભાઇ મુખનાથ ઉ.33 રીક્ષા લઇ જઇ રહ્યો હતો, ત્યારે કુંભારવાડામાં ઉભેલા વિજો, આકલો, દીનો અને વિજય ભરવાડ સહિત દશ શખ્સોએ રીક્ષા રોકી તને કઈ હવા છે તેવુ કહી છરી, પાઇપ, ધોકા વડે હુમલો કર્યો હતો.
સરકારી હોસ્પિટલ રાજકોટમા સારવાર લઈ રહેલા ધર્મેશે જણાવ્યુ કે મારા પર હુમલો થતા હું જીવ બચાવી રીક્ષા લઇ ઘરે જતો રહ્યો હતો. થોડીવાર બાદ આ તમામ શખ્સે ઘરે આવી ઝગડો કરી માથાકૂટ કરતા મારી પત્ની તથા બે સગીર પુત્રીઓ વચ્ચે પડતા તેને પણ માર મારી પછાડી દઇ નિર્લજ્જ હુમલો કર્યો હતો.બાદમાં આ શખ્સો નાશી છૂટયા હતા અને મને સારવાર માટે પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ તથા બાદમા રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.