તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોંડલ શહેરમાં સંગઠિત ગુના આચરી ભયનો માહોલ ફેલાવતી નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસને વેગ આપ્યો છે. પોલીસ તપાસ દરમિયાન સૂત્રધાર નિખિલ દોંગાની યુદ્ધ એજ કલ્યાણ ગ્રૂપ નામની ઓફિસમાંથી ઘાતક હથિયારો અને એક સાગરીતના ઘરમાંથી રદ થઇ ગયેલી નોટોનો જથ્થો મળી આવતા બંને સામે અલગથી ગુનો નોંધ્યો છે.
ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરમાં 117 જેટલા ગંભીર ગુનાઓને અંજામ આપનાર નામચીન નિખિલ દોંગાએ જેલની અંદર રહીને ગેંગના 11 સાગરીત થકી ધાક-ધમકી, પૈસા પડાવવા, હત્યા, હત્યાની કોશિશ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી હતી. અંતે નિખિલ દોંગાની ગેંગ સામે રાજકોટ જિલ્લા પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. અને સાત સાગરીતને પકડી પાડ્યા હતા. જ્યારે નિખિલ સહિત ત્રણ ગુનેગારનો જેલમાંથી પોલીસે કબજો મેળવ્યો છે. દરમિયાન ગોંડલ સિટી પોલીસના પીએસઆઇ ડી.પી.ઝાલા, હેડ કોન્સ.પુનિતભાઇ, નરેન્દ્રસિંહ સહિતના સ્ટાફે ગુજસીટોકના ગુના સંદર્ભે નાયબ મામલતદાર રમેશભાઇ વઘાસિયા, જતિનભાઇ કથીરિયાને સાથે રાખી નિખિલ દોંગા અને તેના સાગરીતોના ઘર-ઓફિસોમાં જડતીની કાર્યવાહી કરી હતી.
જેમાં સૂત્રધાર નિખિલ દોંગાની ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલી યુદ્ધ એજ કલ્યાણ ગ્રૂપ નામની ઓફિસમાં તપાસ કરી હતી. તપાસમાં ઓફિસમાંથી બે તલવાર, ત્રણ બેઝબોલના ધોકા સહિતના ઘાતક હથિયારો મળી આવ્યા હતા. દરોડા સમયે સૂત્રધાર નિખિલ દોંગાના ગ્રૂપની ઓફિસમાંથી રેનિશ ઉર્ફે લાલજી ડાયા માલવિયા મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા તેના ગ્રૂપના સભ્યો સામે પોલીસ ફરિયાદો નોંધાઇ હોય તે સંદર્ભે પ્રદર્શન કરવા તેને અને નવનીત જેઠવાએ હથિયારો ભેગા કરી ઓફિસમાં રાખ્યા હોવાની કેફિયત આપી છે. ગોંડલ સિટી પોલીસે ઉપરોક્ત બંને તેમજ તપાસમાં જેના નામ ખૂલે તેની સામે આઇપીસી 120બી, જીપીએક્ટ 125ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
જ્યારે ભગવતપરામાં રહેતા ગેંગના અન્ય એક સાગરીત નરેશ રાજુ સિંધવના ઘરે જડતી લેતા તેના ઘરમાંથી રદ થઇ ગયેલી રૂ.1 હજારના દરની 4 અને રૂ.500નાં દરની 36 ચલણી નોટ મળી આવી હતી. પોલીસે કુલ રૂ.22 હજારના કિંમતની રદ થઇ ગયેલી નોટો કબજે લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં નરેશ સિંધવ વ્યાજ વટાઉનો ધંધો કરે છે.
નરેશ પાસે રદ થઇ ગયેલી નોટો ક્યાંથી આવી તે સહિતની વિગતો રિમાન્ડ દરમિયાન બહાર આવશે. રાજકોટ જિલ્લામાં નોંધાયેલા પ્રથમ ગુજસીટોક કેસની તપાસ જિલ્લા પોલીસવડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એએસપી સાગર બાગમાર સહિતનાઓ તપાસ ચલાવી રહ્યાં છે. જો કે સંભવત રવિવારે સકંજામાં રહેલા દસેય આરોપીઓને રિમાન્ડની માગણી સાથે ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.