30 વર્ષ જૂની પાણીની સમસ્યા ભૂતકાળ બની:માંડણકુંડલામાં પાણીની પાઇપલાઇન પહોંચી, રોજ 4 લાખ લિટર પાણીનું વિતરણ

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3,000ની વસતિને થયો હાશકારો: સરપંચ, સ્થાનિક આગેવાનો અને ધારાસભ્યોની રજૂઆતો ફળી

ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે પ્રતિ વર્ષે ઉનાળાના એકથી બે મહિના પાણીની વિકટ સમસ્યા ઉભી થતી હોય જેને નિવારવા માટે સરપંચ ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા ગોંડલ ધારાસભ્ય અને રજૂઆત કરવામાં આવતા રાજ્ય સરકારની મંજૂરીથી માંડણ કુંડલા ગામના પાદરે પાણીની પાઈપલાઈન પહોંચી જતા પાણીની સમસ્યા ભૂતકાળ બની જવા પામી છે, અને અહીં વર્ષોથી પીવાના પાણીની જે કટોકટી હતી તે હવે ભૂતકાળ બની જશે.

ગોંડલ શહેર અને તાલુકામાં પ્રતિ વર્ષે ઉનાળામાં સર્જાતી પાણીની વિકટ સમસ્યા છેલ્લા કેટલાક વર્ષોથી ભૂતકાળ બની જવા પામી છે, ત્યારે ગોંડલ નજીકના માંડણ કુંડલા ગામમાં પ્રતિ વર્ષે ઉનાળામાં એકથી દોઢ માસ પાણીની વિકટ સમસ્યા સર્જાયા કરતી હતી.

આ અંગે ગામના સરપંચ નિર્મળાબેન અરવિંદભાઈ રામાણી અને ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાને રજૂઆતો કરવામાં આવતા ધારાસભ્ય અને તેમના પરિવાર દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવતા તાકીદે પાણીની પાઈપલાઈનની મંજૂરી આપવામાં આવતા પાણી પુરવઠા બોર્ડ દ્વારા યુદ્ધના ધોરણે પાંચ કિ.મી.ના પાઈપલાઈન ફીટ કરી પાણી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને રોજિંદા ચાર લાખ લિટર જેટલું પાણી મળવાનું શરૂ થયું છે જેના કારણે માંડણ કુંડલા ગામમાં સર્જાતી પાણીની સમસ્યા ભૂતકાળ બની જવા પામી છે.

કૂવામાં નર્મદાના નીર ઠાલવી દરરોજ 25 મિનિટ સુધી પાણી અપાય છે
માંડણ કુંડલા ગામના સરપંચ નિર્મળાબેન રામાણીએ જણાવ્યું હતું કે પ્રતિ વર્ષે ઉનાળામાં ગ્રામ પંચાયતના કુવા અથવા વાડી ખેતર ના કૂવામાંથી ગ્રામજનોને પાણી પૂરું પાડવામાં આવતું હતું, જેના પરિણામે લોકોને જબરી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ મુશ્કેલી દૂર કરવા માટે ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાને રજૂઆત કરવામાં આવી હતી અને જેનું નિરાકરણ થઈ જતા આજે ગામના કૂવામાં નર્મદાના નીર આવી રહ્યા છે રોજિંદા 25 મિનિટ ગામના ઘરેઘરે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે આ કાર્યમાં પાણી પુરવઠા બોર્ડના અધિકારી ગઢવીનો પણ પૂરો સાથ સહકાર મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...