કોરોના બેકાબૂ:કોલીથડમાં કોરોનાના કેસ વધતા સ્વૈચ્છિક પાંચ દિવસનું લોકડાઉન, બજાર બંધ

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં 4000ની વસ્તી વચ્ચે 8 દિવસમાં કોરોનાના 10 કેસ નોંધાતા ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, જેને ધ્યાને લઇ કોલીથડ ગામમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. કોલીથડ ગામમાં શાકમાર્કેટ પણ આવેલી છે. આજુબાજુના ચાર ગામો હડમતાળા, લુણીવાવ, બેટાવળ, ગરનાળાના લોકો શાકભાજી લેવા માટે કોલીથડ આવે છે, આથી આ ગામની પ્રજા પણ અહીં આવે ત્યારે આ ગામના લોકોમાં ભયનો માહોલ રહે તે સ્વાભાવિક છે, આથી કોલીથડ ગામ પાંચ દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે. પહેલા દિવસે બજારો સદંતર બંધ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...