કાર્યવાહી:ખનીજ ચોરો પર ભીંસ વધી 44 લાખનો મુદ્દામાલ જપ્ત

ગોંડલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલમાં ખનીજ વહન કરતા 3 ડમ્પર સીઝ કરાયા

ગોંડલ શહેર પંથકમાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદોના પગલે મામલતદાર તંત્ર દ્વારા કડક ચેકિંગ હાથ ધરી ખનીજી ચોરી કરતા વાહનોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 44 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

મામલતદારે ગોંડલ તાલુકાના ગોંડલ-મોવીયા રોડની વચ્ચે ૩૮ ટન રેતી સહિત કુલ રૂા. 13.38 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો, જેમાં ટ્રક માલીક રાજભા ધીરૂભા ચૌહાણ, હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું , દ્વિતીય કેસમાં 48 ટન રેતી સહિત રૂા.15.48 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જેમાં ટ્રક માલીક દિક્ષિતભાઈ રામજીભાઈ પરમાર, હોવાનું બહાર આવ્યું હતું. ત્રીજા કેસમાં નેશનલ હાઈવે ઉપર રૂા.15.31 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેના ટ્રક માલીક કાનજીભાઈ દેવાયતભાઈ વિરડા હોવાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...