રાજકોટ પોલીસની અનોખી પહેલ:ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓને ફૂલ આપવામાં આવ્યા, નિયમો વિશેની માહિતી આપી સમજાવ્યા

ગોંડલ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ મહિનમાં ઘણા તહેવારો આવી રહ્યા છે. ત્યારે લોકો ઉત્સવો ઉજવવા સગા-સંબંધીઓને મળવા જતા હોય છે. ત્યારે તહેવારો દરમિયાન હાઇવે પર માર્ગ અકસ્માત થતા હોય છે. જેના નિવારણ તેમજ જાગૃતતા અંગે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગાંધીનગર તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગુરુવારે ભરૂડી ટોલનાકા ખાતે જિલ્લા ટ્રાફિક દ્વારા લોકોને અકસ્માતને લઈને શું સાવચેતી રાખવી તેને લઈને સમજાવવામાં આવ્યા હતા. રસ્તા પર જે લોકો નિયમનું ભંગ કરતા પકડાયા તેઓને ફૂલ આપીને સમજાવવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા હાઈવે પર ડ્રાઇવ શરૂ કરાઈ
તહેવારો દરમિયાન હાઇવે પર માર્ગ અકસ્માત નિવારણ તેમજ જાગૃતતા અંગે લોકોને સમજાવ્યા હતા. રાજકોટ જિલ્લા ટ્રાફિકના Psi વી.બી. વસાવા, Asi એલ. કે. સોઢાર, HC દશરથસિહ વાઘેલા, HC વિજયસિંહ જાડેજા, HC મહિપાલસિંહ જાડેજા, PC વિપુલભાઈ નિમાવત, PC વિમલભાઈ વેકરીયા, PC રાજુભાઈ ખવડ દ્વારા આ ડ્રાઇવ શરૂ કરવામા આવી હતી જેમાં હાઇવે પર સીટ બેલ્ટ બાંધ્યોના હોઈ કે હેલમેટ ના પહેર્યું તો તેને ફૂલ આપી સન્માન કર્યું હતુ અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...