આવેદન:ગોંડલના રસ્તાઓ પરથી નોનવેજની લારી દૂર કરવા વિહિપનું આવેદન

ગોંડલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માગણી

ગોંડલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય બજરંગ દળના કમલેશભાઈ ગોહેલએ જિલ્લા કલેકટરને સંબોધિને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું કે ગોંડલ શહેરના મુખ્ય માર્ગોમાં લારીઓની અંદર માંસ, મટન અને નોનવેજનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે. તાકીદે નોનવેજના વેચાણ મુખ્યમાર્ગો પરથી બંધ થવા જોઈએ.

સાથોસાથ નાની મોટી બજાર ગુંદાળા શેરી માંડવી ચોક ગુંદાળા રોડ પર ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઇ છે તે હલ થવી જોઈએ, શહેરમાં પોલીસ તંત્ર દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા બંધ છે તે સત્વરે ચાલુ થવા જોઈએ અને સાથે નાની મોટી બજારને વન વે ઘોષિત કરવા જોઈએ.

આવેદનપત્રમાં વધુ જણાવવામાં આવ્યું હતું કે શહેરમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ પણ વધી છે જેને પોલીસતંત્ર દ્વારા કડક પગલાં ભરી ડામી દેવી જોઈએ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ શહેરના આમ નાગરિક શાંતિથી જીવી શકશે તેવું અંતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...