ગોંડલના જળાશયો ઓવરફ્લો થયા:ગોંડલ પાસે વેરી ડેમ ઓવરફ્લો થયો; ડેમ નીચે આવતા નીચાણવાળા ત્રણ ગામોને એલર્ટ કરવામા આવ્યા

ગોંડલ19 દિવસ પહેલા

ગોંડલમાં આવેલા વેરી ડેમ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. ડેમ નીચે આવતા ગોંડલ તાલુકાના ગોંડલ, કંટોલીયા અને વારાકોટડા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ગોંડલના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ગોંડલની ગોંડલી નદીમાં પૂર જોવા મળ્યું હતું. ગોંડલ શહેરના વેરી તળાવ, આશાપુરા, સેતુબંધ ચેકડેમો સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે.

ચેકડેમો સહિતના જળાશયો ઓવરફ્લો થયા
ગોંડલ શહેરની જીવાદોરી સમાન રાજવીકાળના ઓટોમેટીક 75 પાટિયા ધરાવતા વેરી તળાવના 20 પાટીયા ખૂલ્યા છે. ડેમના દરવાજા પાણીના પ્રવાહને લઈને ઓટોમેટિક ખુલે છે. વેરી તળાવ 9.33 ફૂટની ઉંડાઈ તેમજ 88.84 વર્ગફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...