અકસ્માતે જીવ લીધો:ગોંડલના મોવિયા શ્રીનાથગઢ વચ્ચે વાહન અકસ્માતમાં વાસાવડની પરિણીતાનું મોત

ગોંડલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના મોવિયા શ્રીનાથગઢ વચ્ચે જ્યુપીટર પર જઈ રહેલ મહીલાને બોલેરો ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હતુ. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ અને મોવિયા વચ્ચે જયુપીટર અને બોલેરો (યુટીલિટી) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જયુપીટર લઈને વાસાવડ રહેતા પ્રભાબેન ઉર્ફ શિલ્પાબેન શૈલેષભાઈ ભડલીયા ઉ.૩૦ જેતપુર કામ માટે ગયા હોતા. ગોંડલ થઈ વાસાવડ પરત ફરી રહ્યા હતા ત્યારે મોવિયા શ્રીનાથગઢ વચ્ચે બોલેરોના ચાલકે હડફેટે લેતા પ્રભાબેન જ્યુપીટર સહીત ફંગોળાયા હતા.

અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી તેનુ મોત નિપજ્યું હતુ. મૃતક પ્રભાબેનના પતિ શૈલેષભાઈ વેર હાઉસમાં કામ કરે છે. સંતાનમાં એક બાર વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળેલ હતુ. અકસ્માતના સમગ્ર બનાવ અંગે તાલુકા પોલીસના જીતેન્દ્રસિંહ વાળા અને શિવભદ્રસિંહ વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...