ગોંડલના સેતુબંધ ડેમમાંથી અજાણ્યા પુરૂષનો કોહવાયેલી હાલતમાં પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ ગોંડલ નગર પાલિકા, ફાયર બ્રિગેડને થતાં નગરપાલિકા ફાયરબ્રિગેડ,શહેર પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.અને યુવકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો. મૃતકના ખિસ્સામાંથી મળી આવેલા આધાર કાર્ડના આધારે મૃતક રાજકોટમાં રહેતા પ્રકાશ અશોકભાઈ તન્ના ઉ.વ.45 હોવાની વિગતો સામે આવી હતી.જેના પરથી તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને બાકીની કાર્યવાહી આરંભાઇ હતી.
પોલીસના જણાવ્યા મુજબ મૃતક પ્રકાશભાઈ તન્ના લોકડાઉન પહેલા ફ્રુટનો હોલસેલનો બિઝનેસ કરતા હતા.પરંતુ લોકડાઉનના કારણે આર્થિક મંદીમાં સપડાઈ જતા છેલ્લા ચાર દિવસથી ઘરેથી નીકળી ગયા હતા. જેમની રાજકોટ પોલીસમાં પરિવારજનોએ ગુમ સુદાની ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે રાજકોટમાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ ગોંડલના સેતુબંધ ડેમમાંથી મળી આવતા યુવકે બેકારીને કારણે આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.