ટ્રક પાછળ ટેમ્પો ઘુસ્યો:ગોંડલના બીલીયાળા પાસે અકસ્માતમાં બે યુવાનોના મોત: જાણ થતા જ પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા

ગોંડલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અકસ્માત માટે કુખ્યાત ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાત્રીના ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતા બે યુવાનના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા. તેમાં ધોરાજીના યુવાનની ઓળખ થવા પામી હતી. જ્યારે અન્ય યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથધરી હતી. ધોરાજીના યુવાનો ટેમ્પોમાં ટામેટા ભરી રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બીલીયાળી ગામના પાટીયા પાસે રાત્રિના એક વાગ્યાના સમયે ધોરાજીથી ટેમ્પોમાં ટામેટા ભરી રાજકોટ તરફ જઈ મોહસીન હાજી રફિકભાઈ મોતીવાલા ઉંમર વર્ષ 35 અને તેની બાજુમાં બેઠેલા અજાણ્યા યુવાન સાથેનો ટેમ્પો બિલિયાળા પાસે આગળ ઉભેલા ટ્રક પાછળ ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં બંને યુવાનોના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

ઘટનાના પગલે તાલુકા પોલીસના મહિપાલસિંહ ચૌહાણ સહિતના પોલીસ કર્મીઓ દોડી ગયા હતા. યુવાનના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પીએમની કાર્યવાહી હાથ ધરીહતી. ધોરાજી રહેતા મોહસીન હાજી રફિકભાઈ મોતીવાલા ટેમ્પો ચલાવી પોતાનું ઘર ગુજરાત ચલાવતા હતા અને પરણીત હતા તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...