ઉતરાયણના તહેવાર નિમીત્તે ચાઇનીઝ દોરીથી માનવ જીંદગી તથા પક્ષીઓને શારીરિક રીતે નુકશાન થાય તે અટકાવવા માટે ચાઇનીઝ દોરી ન વેચવા અનેકો જાહેરાત કરવામાં આવી હોવા છતાં પણ કેટલાક વેપારીઓ દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તે શોધી પોલીસે દરોડો પાડી બે શખ્સોને ચાઈનીઝ દોરાના જથ્થા સાથે પકડી પડી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, એસ.ઓ.જી શાખા ગોંડલમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમ્યાન બાતમીના આધારે જેલ ચોક પાસે આવેલ પતંગન સ્ટોરમાંથી મુકેશભાઇ નવીનચંદ્ર કોઠારી તેમજ અશોકભાઇ માવજીભાઇ પટોળીયા, બંને મોનો સ્કાય કંપનીની 5000 મીટરની દોરીના કોન નંગ-12 કિ.રૂ.2400, મોનો સ્કાય કંપનીની 2000 મીટરની દોરીના કોન નંગ-11 કિં.રૂ. 1100 મળી કુલ કિં.રૂ. 3500 કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.