રાજકોટ જિલ્લામાં ચાર બાઈક ચોરીની ઘટનાને અંજામ આપનારા બે શખ્સો ભુણાવા ચોકડી પાસેથી ઝડપાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પીઆઈ વી.વી.ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાણા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા, પ્રહલાદસિંહ રાઠોડ સહિતનાઓ એ બાતમીના આધારે મહેન્દ્ર ઉર્ફે મયુર ઉર્ફે ગની કાંતીભાઇ સોલંકી (ઉ.વ. 27 રહે - ભુણાવા ગામ, સરકારી સ્કુલ પાસે તા.ગોંડલ) શાંતીલાલ ઉર્ફે સની ઉર્ફે ગુંજન સુધીરભાઇ ધોળકીયા (ઉ.વ. ૨૮ રહે- મુળ- રામદેવનગર, વેરાવળ શાપર હાલ- વિરપુર, ભુનેશ્વરના ઢોરે, રેલ્વેસ્ટેશનની બાજુમાં તા. જેતપુર) ને રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાંથી ચોરી કરેલા ચાર બાઈક કિંમત.રૂ.1,05,000 /- ના મુદામાલ સાથે ગોંડલ તાલુકાના ભુણાવા ગામેથી પકડી પાડી કાર્યવાહી હાથધરી હતી.
અલગ અલગ જગ્યા પર બાઈક ચોરીની કબૂલાત આપી હતી
પકડાયેલા તસ્કરોએ કબૂલ કર્યું હતું કે, આશરે અઢી મહિના પહેલા શાપર - વેરાવળ, શાંતીધામ સંજીવની એરીયામાંથી બપોરના સમયે એક કાળા કલરના હિરો સ્પલેન્ડર બાઈકની ચોરી કર્યું હતું, બે મહિના પહેલા ગોંડલ તાલુકાના રીબડા ગામની સીમમાં રીબડા ધારે એરીયામાંથી બપોરના સમયે એક સીલ્વર કલરના હિરો સ્પલેન્ડર મો.સા.ની ચોરી કર્યું હતું, તેમજ દોઢ મહિના પહેલા લોધીકા તાલુકાના વીરવા ગામ પાસે આવેલ ગોલ્ડન-2 સોસાયટી પાસેથી બપોરના સમયે એક કાળા કલરના હોન્ડા સીડી મો.સા.ની ચોરી કરેલની કબુલાત આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.