ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને અવાર નવાર ઇગ્લીશ દારૂના કેશોમાં પકડાયેલ સત્યદેવસિંહ ઉર્ફે લાલો રાજેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ કોટડાસાંગાણી રોડ રઘુવીર સોસાયટી તથા ભગીરથસિંહ કાથુભા વાઘેલા ગોંડલ કોટડસાંગાણી રોડ રઘુવીર સોસાયટીને પાસામાં ધકેલવાની દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટે મંજુર કરી હતી.
જેથી આ શખ્સોને અટકાયતમાં લઇ અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવાનો હુકમ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલસ અધિક્ષકે કર્યો હતો. જે સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ સાથે ગોંડલ સીટી પોલીસના સ્ટાફે આ પાસાની હુકમની બજવણી કરી આરોપી ઇસમને પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ તથા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દિધા હતા.
જુગારના કેસમાં બે શખ્સોને તડીપાર કરાયા
ગોંડલ રહેતા અને અવાર નવાર જુગારના કેસમાં પકડાયેલા એજાજ રહેમાન ચાવડા (ઉ.વ.21) તેમજ તેનો ભાઈ હુસેન ઉર્ફે કાલી રહેમાન ચાવડા (ઉ.વ.20)રહે. ગોંડલ મોટી બજાર મતવાના ઢોરે વાળાઓની ગેરકાયદેસરની જુગાર પ્રવૃતી અકુંશમા લેવા માટે બન્ને શખ્સો વીરૂધ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરી હતી. જે દરખાસ્ત સબ. ડીવી.મેજી. ગોંડલની કચેરી તરફ મોકલી આપતા કે.વી.બાટી પ્રાંત અધિકારી એ બન્ને શખ્સોને રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્ય જીલ્લાની હદમાંથી ત્રણ માસ માટે તડીયાર કરવાનો હુકમ કરતાં બન્ને શખ્સોને તડીયાર કરી જુનાગઢ જીલ્લા મોકલી આપવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.