ગોંડલ પંથકનું નામ રોશન કર્યું:18મી ઇન્ટરનેશનલ વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપમાં બે વિદ્યાર્થીઓએ કાઠમંડુ (નેપાલ) ખાતે મેડલ જીત્યા

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ ઓલ ઈન્ડિયા વાડો કાઈ કરાટે ડુ એસોસિયેશન દ્વારા તારીખ 04,05 અને 06 નવેમ્બર, 2022ના રોજ 18મી ઇન્ટરનેશનલ વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપનું કાઠમાંડુ (નેપાલ) ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઇન્ડિયા, નેપાલ, બાગંલાદેશ, શ્રીલંકા, ભૂતાન, ઈન્ડોનેશીયા તેમજ અલગ-અલગ દેશમાંથી 220 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.

જેમાં ગોંડલના 2 વિદ્યાર્થીઓ વંદના કરાટે એકેડમીના ઠાકર આદિત્ય કુમીતે ગોલ્ડ મેડલ, કાતા બ્રોન્ઝ, રાઠોડ નીવ કાતા ગોલ્ડ મેડલ, કુમીતે બ્રોન્ઝ મેડલ મેળવી માતા-પિતા સાથે સમગ્ર ગોંડલ તાલુકાનું નામ રોશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...